હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Thursday, 2nd October 2025
રાજેશ અગ્રવાલે દેશના નવા વાણિજ્ય સેક્રેટરી તરીકેનો કાર્યભાર સંભાળ્યો
અગ્રવાલ પાસે વહીવટ, નીતિ નિર્માણ અને વિવિધ ક્ષેત્રોમાં અમલનો ત્રણ દાયકાનો અનુભવ

નવી દિલ્હી :વરિષ્ઠ આઈએએસ અધિકારી રાજેશ અગ્રવાલે બુધવારે વાણિજ્ય વિભાગ (ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સ)ના સચિવ તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. તેમણે
સુનીલ બર્થવાલનું સ્થાન લીધું છે, જેઓ ૩૦ સપ્ટેમ્બરના રોજ નિવૃત્ત થયા છે.
અગ્રવાલ પાસે વહીવટ, નીતિ નિર્માણ અને વિવિધ ક્ષેત્રોમાં અમલનો ત્રણ દાયકાનો અનુભવ છે. આ કાર્યભાર સંભાળતા પહેલા તેઓ મુખ્ય વાટાઘાટકાર તરીકે
ભારત-યુએસ દ્વિપક્ષીય વેપાર સમજૂતી, ઈન્ડો-પેસિફિક ઇકોનોમિક ફોરમ, ભારત-ઓસ્ટ્રેલિયા સીઇસીએ અને એશિયન એફટીએ ની સમીક્ષા જેવી ભારતની વિવિધ વેપાર વાટાઘાટોની દેખરેખ કરી રહ્યા હતા.
(1:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
