હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
પીએમ મોદી આસિયાન સમિટમાં જશે ટેરિફ તણાવ વચ્ચે ટ્રમ્પને મળશે
વડા પ્રધાન મોદી આ મહિનાના અંતમાં આસિયાન સમિટમાં ભાગ લેવા માટે મલેશિયાની મુલાકાત લેવાના છે જો ટ્રમ્પ આ સમિટમાં હાજરી આપે તો ભારતીય માલ પર ૫૦% ટેરિફ લાદ્યા પછી બંને નેતાઓ વચ્ચેની આ પહેલી મુલાકાત હશે. અગાઉ તેઓ G7 સમિટમાં મળી શક્યા ન હતા

નવી દિલ્હી તા.૨: વડા પ્રધાન મોદી આ મહિનાના અંતમાં આસિયાન સમિટમાં ભાગ લેવા માટે મલેશિયાની મુલાકાત લેવાના છે, જ્યાં તેઓ મલેશિયાની રાજધાની કુઆલાલંપુરમાં ૪૭મા આસિયાન સમિટમાં ભાગ લેશે. પરિણામે, એવી પ્રબળ શક્યતા છે કે પીએમ મોદી અને યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ મલેશિયામાં મળી શકે છે. આ મુલાકાત ચર્ચાનો વિષય બની છે કારણ કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને પીએમ મોદી બંને દેશો વચ્ચે ચાલી રહેલા ટેરિફ વિવાદ પછી પહેલી વાર મળી શકે છે.
એ નોંધવું જોઇએ કે અમેરિકાએ સપ્ટેમ્બરમાં ભારત પર ૨૫% ટેરિફ લાદ્યો હતો અને રશિયન તેલની ખરીદી પર વધારાની ૨૫% દંડાત્મક ડ્યુટી પણ લાદી હતી. ટ્રમ્પનો આરોપ છે કે ભારત રશિયા પાસેથી તેલ ખરીદીને યુક્રેન પર રશિયાના હુમલાઓને વેગ આપી રહ્યું છે. ત્યારબાદ ભારતે ટ્રમ્પના આ પગલાની ટીકા કરી હતી, જેના કારણે બંને દેશો વચ્ચે તણાવપૂર્ણ વાતાવરણ સર્જાયું હતું. જોકે, આ તણાવ ઓછો કરવા માટે પ્રયાસો ચાલી રહ્યા છે.
પીએમ મોદી ૨૬-૨૭ ઓક્ટોબરે આસિયાન સમિટમાં ભાગ લેવા માટે મલેશિયાની મુલાકાત લેવાના છે. મલેશિયાએ પણ ટ્રમ્પને સમિટમાં હાજરી આપવા આમંત્રણ આપ્યું છે, જેનાથી બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય બેઠકની શક્યતા વધી ગઈ છે. સૂત્રો કહે છે કે જો ટ્રમ્પ સમિટમાં હાજરી આપે છે, તો ભારતીય માલ પર ૫૦% ટેરિફ લાદ્યા પછી તે બંને નેતાઓને સામેલ કરતો પ્રથમ બહુપક્ષીય કાર્યક્રમ હશે. અગાઉ, બંને નેતાઓ ૧૫-૧૭ જૂને કેનેડામાં ઞ્-૭ સમિટ દરમિયાન મળી શક્યા ન હતા









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
