<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd October 2025

સાળંગપુર શ્રી કષ્‍ટભંજનદેવ હનુમાનજી મહારાજના દર્શને જય શાહ

રાજકોટ, સ્‍વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે  તા.૦૧-૧૦-૨૦૨૫ને બુધવારના રોજ ICC ના ચેરમેન શ્રી જયભાઈ શાહ સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે પહોંચ્‍યા હતા. શ્રીકષ્ટભંજનદેવ હનુમાન દાદાની પૂજા-અર્ચના કરી તેઓએ ધજા ચઢાવી અને શીશ ઝુકાવી દાદાના આશીર્વાદ મેળવ્‍યા હતા આ સાથે જ પ.પૂ.સ.ગુ.શા. શ્રી નૌતમપ્રકાશદાસજી સ્‍વામી-(સ.મ.પ્ર.શ્રી વડતાલ) તથા શ્રી લક્ષ્મીપ્રસાદદાસજી સ્‍વામી-અથાણાવાળા સહિત સંતોના આશીર્વાદ મેળવી અને ધન્‍યતા અનુભવી હતી. 

(11:27 AM IST)