પીએમ મોદીએ રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
લાલબહાદુર શાસ્ત્રીને પણ યાદ કરીને વિજયઘાટ પર કર્યુ નમન

નવી દિલ્હી, તા.૨: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધી જયંતિ નિમિત્તે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. પ્રધાનમંત્રી મોદી દિલ્હીના રાજઘાટ પહોંચ્યા અને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. તેમણે રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી.
અગાઉ, નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું હતું કે, ગાંધી જયંતિ એ આપણા પ્રિય બાપુના અસાધારણ જીવનને શ્રદ્ધાંજલિ આપવાનો દિવસ છે, જેમના આદર્શોએ માનવ ઇતિહાસનો માર્ગ બદલી નાખ્યો. તેમણે બતાવ્યું કે હિંમત અને સરળતા કેવી રીતે મહાન પરિવર્તનના સાધન બની શકે છે.
મહાત્મા ગાંધીના વ્યક્તિત્વ પર બોલતા, તેમણે વધુમાં કહ્યું કે તેઓ સેવા અને કરુણાની શક્તિને લોકોને સશક્ત બનાવવા માટે આવશ્યક સાધન માનતા હતા. વિકસિત ભારત બનાવવાના અમારા પ્રયાસમાં અમે તેમના માર્ગ પર ચાલતા રહીશું.
આખો દેશ ૨ ઓક્ટોબરે મહાત્મા ગાંધીની જન્મજયંતિ ઉજવે છે. તે ભારતના સૌથી મહત્વપૂર્ણ દિવસોમાંનો એક માનવામાં આવે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ બહાદુર શાષાીને પણ યાદ કર્યા, જેમની જન્મજયંતિ પણ ૨ ઓક્ટોબરે આવે છે. તેમણે સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું, શ્રી લાલ બહાદુર શાષાીજી એક અસાધારણ રાજનેતા હતા જેમની પ્રામાણિકતા, નમ્રતા અને નિヘયએ પડકારજનક સમયમાં પણ ભારતને મજબૂત બનાવ્યું.
નરેન્દ્ર મોદીએ લખ્યું કે લાલ બહાદુર શાષાી અનુકરણીય નેતળત્વ, શક્તિ અને નિર્ણાયક પગલાંના પ્રતીક હતા. જય જવાન જય કિસાનના તેમના આહ્વાનથી આપણા લોકોમાં દેશભક્તિની ભાવના જાગળત થઈ. તેઓ એક મજબૂત અને આત્મનિર્ભર ભારત બનાવવાના અમારા પ્રયાસમાં આપણને પ્રેરણા આપતા રહે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
