હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
પ્રખ્યાત શાસ્ત્રીય ગાયક પંડિત છન્નુલાલ મિશ્રાનું ૯૧ વર્ષની વયે નિધન
પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કર્યુઃ અંતિમ સંસ્કાર વારાણસીના મણિકર્ણિકા ઘાટ ખાતે કરવામાં આવશે : તેમને ૨૦૨૦માં પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતાઃ સંગીત જગત શોકમાં

નવી દિલ્હી, તા.૨: પ્રખ્યાત ભારતીય શાષાીય ગાયક પંડિત છન્નુલાલ મિશ્રાનું ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરમાં અવસાન થયું. તેઓ છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા અને બનારસ હિન્દુ યુનિવર્સિટીના ઇન્સ્ટિટયૂટ ઓફ મેડિકલ સાયન્સમાં સારવાર હેઠળ હતા. બાદમાં તેમની પુત્રી તેમને મિર્ઝાપુર સ્થિત પોતાના ઘરે લઈ ગઈ, જ્યાં તેઓ ડોકટરોની નજીકની દેખરેખ હેઠળ હતા. તેમણે વહેલી સવારે મિર્ઝાપુરમાં અંતિમ શ્વાસ લીધા.
ચન્નુલાલ મિશ્રાના નિધનથી સંગીત જગત શોકમાં ડૂબી ગયું છે. તેમના અંતિમ સંસ્કાર આજે વારાણસીના મણિકર્ણિકા ઘાટ ખાતે કરવામાં આવશે. પંડિત છન્નુલાલ મિશ્રાએ શાષાીય ગાયનની ખયાલ અને પૂર્વીય ઠુમરી શૈલીઓને નવી ઊંચાઈઓ પર પહોંચાડી.
પંડિત છન્નુલાલ મિશ્રાનો જન્મ ૩ ઓગસ્ટ, ૧૯૩૬ના રોજ ઉત્તર પ્રદેશના આઝમગઢ જિલ્લાના હરિહરપુરમાં થયો હતો. તેમણે તેમની પ્રારંભિક સંગીત તાલીમ તેમના પિતા બદ્રી પ્રસાદ મિશ્રા પાસેથી મેળવી હતી. બાદમાં, તેમણે કિરાણા ઘરાનાના ઉસ્તાદ અબ્દુલ ગની ખાન પાસેથી ભારતીય શાષાીય સંગીતની સઘન તાલીમ મેળવી હતી. તેઓ પ્રખ્યાત તબલા વાદક પંડિત અનોખલાલ મિશ્રાના જમાઈ પણ હતા. કાશીની માટીમાં મૂળ ધરાવતા, પંડિત છન્નુલાલે તેમના ઊંડા, ભાવનાત્મક અને અનોખા અવાજથી ઠુમરી અને પૂર્વા અંગ ગાયન શૈલીઓને અમર બનાવી દીધી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું, પ્રખ્યાત શાષાીય ૧ગાયક પંડિત છન્નુલાલ મિશ્રાના નિધનથી મને ખૂબ જ દુઃખ થયું છે. તેમણે ભારતીય કલા અને સંસ્કળતિના સંવર્ધન માટે પોતાનું જીવન સમર્પિત કર્યું. તેમણે શાષાીય સંગીતને માત્ર જનતા સુધી સુલભ બનાવ્યું જ નહીં પરંતુ વિશ્વ મંચ પર ભારતીય પરંપરાઓ સ્થાપિત કરવામાં પણ અમૂલ્ય યોગદાન આપ્યું. હું ભાગ્યશાળી છું કે મને હંમેશા તેમનો તોહ અને આશીર્વાદ મળ્યા. તેઓ ૨૦૧૪ માં વારાણસી બેઠક પરથી મારા -સ્તાવક પણ હતા. આ દુઃખની ઘડીમાં હું તેમના પરિવાર અને ચાહકો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું.
તેમણે તેમના સંગીત કારકિર્દીમાં ઘણા સીમાચિホો હાંસલ કર્યા છે. પંડિત છન્નુલાલ મિશ્રાને ૨૦૧૦ માં પદ્મ ભૂષણ અને ૨૦૨૦ માં પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમણે બોમ્બેના સૂર સિંગર સંસદનો શિરોમણી એવોર્ડ જીત્યો હતો અને ઉત્તર પ્રદેશ સંગીત નાટક અકાદમી એવોર્ડ, બિહાર સંગીત શિરોમણી એવોર્ડ અને નૌશાદ એવોર્ડ જેવા સન્માનોથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ભારત સરકાર દ્વારા તેમને સંગીત નાટક અકાદમી ફેલોશિપ એનાયત કરવામાં આવી હતી. પંડિત છન્નુલાલ મિશ્રાએ પ્રકાશ ઝાની ૨૦૧૧ ની ફિલ્મ રિઝર્વેશનમાં સાંસ અલબેલી અને કૌન સી દોર જેવા ગીતો ગાયા હતા.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
