હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Thursday, 2nd October 2025
જો પાકિસ્તાન કચ્છની સિર ક્રીક સીમાએ અટકચાળું કરશે તો તેનો ઇતિહાસ અને ભૂગોળ બંને બદલાઈ જશે: રાજનાથસિંહ
કચ્છ સરહદે શસ્ત્ર પૂજન દરમ્યાન સરંક્ષણ મંત્રીનો હુંકાર, ઓપરેશન સિંદુર હજી ચાલુ છે

(વિનોદ ગાલા દ્વારા ) ભુજ : કચ્છ પ્રવાસના અંતિમ દિને વિજ્યા દશમીના શુભ અવસરે રક્ષામંત્રી રાજનાથસિંહે પાકિસ્તાનને જોડતી દેશની મહત્ત્વની અને સંવેદનશીલ એવી કચ્છની સિર ક્રીક સરહદે ભારતીય પરંપરા અનુસાર શસ્ત્ર પૂજન કર્યું હતું. સરહદેથી હુંકાર કરતા તેમણે જણાવ્યું હતું કે, જો સિર ક્રીક સરહદે પાકિસ્તાન કોઈ અટકચાળું કરશે તો તેનો ઈતિહાસ અને ભૂગોળ બદલી નાખીશું. ઓપરેશન સિંદુર હજી ચાલુ જ છે. આપણા સૈનિકો પાસે શસ્ત્રો અને મનોબળ બંને છે. આતંકવાદ હોય કે અન્ય કોઈ સમસ્યા હોય દરેક પડકારનો સામનો કરવાની અને જીતવાની ક્ષમતા આપણા સૈનિકોમાં છે. મજબૂત ઇચ્છા શક્તિને કારણે ભારત આજે શસ્ત્ર વપરાશ ની સાથે શસ્ત્ર ઉત્પાદનમાં અને શસ્ત્ર નિકાસમાં સક્ષમ તેમ જ આત્મનિર્ભર હોવાનું પણ શ્રી સિંહે જણાવ્યું હતું.
(8:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
