હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 3rd October 2025
બિહારમાં આગામી 4-5 દિવસ દરમિયાન ભારે વરસાદની ચેતવણી જારી : તમામ જિલ્લાઓ માટે વીજળીનું એલર્ટ
બેગુસરાઈ, મુઝફ્ફરપુર, ખગરિયા, સીતામઢી, દરભંગા, સમસ્તીપુર, શેખપુરા, શિવહર, વૈશાલી, મધુબની, નાલંદા, ગોપાલગંજ અને પટનામાં ભારે વરસાદને કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા

પટના : હવામાન વિભાગે બિહાર સરકારને ચેતવણી જારી કરી છે. આગામી 4-5 દિવસ દરમિયાન બિહારમાં ચોમાસું સંપૂર્ણપણે સક્રિય રહેશે. આગામી 4-5 દિવસ દરમિયાન રાજ્યભરમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ભારે વરસાદથી ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ શકે છે અને પૂર આવી શકે છે. નદીઓના સ્તરમાં પણ વધારો થવાની સંભાવના છે.
બિહારના લગભગ તમામ જિલ્લાઓ માટે વીજળીનું એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે. છેલ્લા 24 કલાકમાં બેગુસરાઈ, મુઝફ્ફરપુર, ખગરિયા, સીતામઢી, દરભંગા, સમસ્તીપુર, શેખપુરા, શિવહર, વૈશાલી, મધુબની, નાલંદા, ગોપાલગંજ અને પટનામાં ભારે વરસાદને કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.
(1:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
