<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd October 2025

રેલવે ઇ-ટિકિટ બુક કરતી વખતે નવો નિયમ લાગુ

ઓનલાઇન ટિકિટ રીઝર્વેશન ખુલતા પ્રથમ ૧૫ મિનિટ આધાર પ્રમાણીકરણ કરવાનું રહેશે

મુંબઇ તા.૩:  આઇઆરસીટીસીની વેબસાઇટ કે મોબાઇલ એપ પર ટિકિટ બુકિંગ શરૂ થયાની પ્રથમ ૧૫ મિનિટમાં આધાર કાર્ડ ઓથેન્‍ટિફિકેશન કરાવવું પડશે. આ નિયમ પહેલી ઓક્‍ટોબરથી અમલમાં મૂકાયો છે.

ઓનલાઇન ટિકિટ રીઝર્વેશન ખુલતાની સાથે જ ગેરકાયદે દલાલો દ્વાર મોટી સંખ્‍યામાં ટિકિટ બુક કરવામાં આવે છે. તેના માટે સોફટવેરનો ઉપયોગ કરવામાં આવે છે. દરમિયાન ટિકિટ બુક કરનારા સામાન્‍ય પ્રવાસીઓને વેઇટિંગ લિસ્‍ટમાં ટિકિટ મળે છે. આ ગેરરીતિને રોકવા માટે નવો નિયમ લાગુ કરાયો છે. જેમાં પ્રથમ ૧૫ મિનિટમાં ટિકિટ બુક કરનારે ફક્‍ત આધાર પ્રમાણીકરણ કરવાનું રહેશે. તે પછી બધા નોંધાયેલા આઇઆરસીટીસી વપરાશકર્તાઓ રાબેતા મુજબ ઇ-ટિકિટ બુક કરી શકશે. 

ઇ-ટિકિટની કાળાબજારી એ રેલવે તંત્ર માટે એક મોટો પડકાર બની રહ્યો છે.આઇઆરસીટીસી સહિત ઝોનલ રેલવે આવા ગેરકાયદે દલાલો સામે સતત કાર્યવાહી કરી રહી છે. આઇઆરસીટીસીએ આ વર્ષની શરૂઆતમાં જ અઢી કરોડ જેટલી શંકાસ્‍પદ આઇડીઓ નિષ્‍ક્રિય કરી છે. 

ઉપરાંત તત્‍કાળ ઇ-ટિકિટો માટે આધાર પ્રમાણીકરણ પહેલી જુલાઇથી જ શરૂ છે.  સાથે જ અન્‍ય નિયમોમાં કોઇપણ પ્રકારનો ફેરફાર થયો નથી. આઇઆરસીટીસીએ અપીલ કરી છે કે પ્રવાસીઓએ ઇ-ટિકિટ બુક કરતી વખતે નવા નિયમને ધ્‍યાનમાં લેવો.

(9:50 AM IST)