<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd October 2025

અફઘાનના વિદેશમંત્રી આવી રહ્યા છે ભારત, પાકિસ્‍તાનનું ટેન્‍શન વધશે

અફઘાનિસ્‍તાનમાં તાલિબાન સત્તામાં આવ્‍યા તો દુનિયાએ તેમને બોયકોટ કરી દીધા. કોઈએ માન્‍યતા ન આપી, નેતાઓ પર ટ્રાવેલ બેન લાગ્‍યા, આર્થિક પ્રતિબંધો લગાવ્‍યા

નવી દિલ્‍હી તા.૩: અફઘાનિસ્‍તાનના વિદેશ મંત્રી અમીર ખાન મુત્તકી આગામી અઠવાડિયે દિલ્‍હી આવી રહ્યા છે. આ એ જ મુત્તકી છે, જેમના પર યુએનનો ટ્રાવેલ પ્રતિબંધ હતો, હવે ૯થી ૧૬ ઓક્‍ટોબર સુધી નવી દિલ્‍હી આવી રહ્યા છે. યુએન સિક્‍યોરિટી કાઉન્‍સિલે ૩૦ સપ્‍ટેમ્‍બરના રોજ સ્‍પેશિયલ છૂટ આપી છે. અને આ મુલાકાત ૨૦૨૧માં તાલિબાનના કબજા બાદ તેમની પહેલી હાઈ લેવલ મુલાકાત હશે. ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે મળવાનો પ્‍લાન છે. જેમાં હ્યુમેનિટેરિયન એડ, રીજનલ સિક્‍યોરિટી અને અફઘાન એમ્‍બેસીમાં સ્‍ટાફ વધારવાની વાતો થશે. પણ સવાલ એ છે કે, આ મુલાકાત ભારત માટે ગેમ ચેન્‍જર કેવી રીતે થશે? અને પાકિસ્‍તાનનું ટેન્‍શન કેમ વધવાનું છે?

બેકગ્રાઉન્‍ડ સમજો. અફઘાનિસ્‍તાનમાં તાલિબાન સત્તામાં આવ્‍યા તો દુનિયાએ તેમને બોયકોટ કરી દીધા. કોઈએ માન્‍યતા ન આપી, નેતાઓ પર ટ્રાવેલ બેન લાગ્‍યા, આર્થિક પ્રતિબંધો લગાવ્‍યા. ભારતે પણ સતર્કતા રાખી, પણ પ્રેક્‍ટિકલ એંગેઝમેન્‍ટ ચાલુ રાખ્‍યું. જેમ કે ચાબહાર પોર્ટથી ઘઉં, દવાઓ મોકલી. હજુ પાછલા મહિને જ જ્‍યારે ભૂકંપ આવ્‍યો તો ભારતે ખુલ્‍લીને મદદ કરી. પણ યાદ રાખો, જાન્‍યુઆરીમાં આપણા વિદેશ સચિવ વિક્રમ મિસરી દુબઈમાં મુત્તકીને મળ્‍યા હતા. પછી સપ્‍ટેમ્‍બરમાં અફઘાન ઉપ વિદેશ મંત્રી હમદુલ્‍લાહ જાહિદ શભ્‍ણ્‍ચ્‍હ્‍ ૨૦૨૫ એક્‍સ્‍પોમાં આવ્‍યા, જ્‍યાં ફાર્મા અને હેલ્‍થકેર પર વાત થઈ. આ નાના નાના સ્‍ટેપ્‍સ હતા, પણ હવે મુત્તકીની આ મુલાકાત મોટું પગલું છે. આ બતાવે છે કે ભારત તાલિબાનના સંબંધ નવા મુકામ પર છે. આ ખાસ એટલા માટે છે, કેમ કે અફઘાનિસ્‍તાન આપણું પાડોશી છે. ભારત બોર્ડર શેર કરે છે. આવા સમયે કંઈ પણ થાય તો આપણા પર તેની અસર પડે છે.

મુત્તકીની મુલાકાત તાલિબાનને મેસેજ આપશે કે ભારત અફઘાનિસ્‍તાનને વેરવિખેર થવા દેશે નહીં. આપણે અબજો ડોલરનું ઇન્‍વેસ્‍ટમેન્‍ટ કર્યું છે. સ્‍કૂલ, હોસ્‍પિટલ, રોડ બનાવ્‍યા છે. ચાબહાર પોર્ટ તો ગેમ ચેન્‍જર છે. જે ઈરાનના રસ્‍તે અફઘાનિસ્‍તાનને કનેક્‍ટ કરે છે અને એ પણ પાકિસ્‍તાનને સાઈડમાં રાખતા. પણ અહીં એક ટ્‍વીસ્‍ટ છે, અમેરિકાએ ૨૯ સપ્‍ટેમ્‍બરના રોજ ચાબહાર પર મળતી છૂટ હટાવી દીધી છે. મતલબ ભારતના ઇન્‍વેસ્‍ટમેન્‍ટ પર ખતરો મંડરાઈ રહ્યો છે. મુત્તકીની મુલાકાત આ ટાઈમિંગમાં આવી છે.

બીજો ફાયદો રીજનલ કનેક્‍ટિવિટી. આપણો ઇન્‍ટરનેશનલ નોર્થ સાઉથ કોરિડોર અફઘાનિસ્‍તાન થઈને પસાર થશે, જે ટ્રેડને ઝડપી કરશે. તેને એવી રીતે સમજીએ કે, અફઘાનિસ્‍તાનમાંથી આપણા વિકાસના નવા રસ્‍તા ખુલી શકે છે.

ત્રીજું સિક્‍યોરિટી. તાલિબાન સાથે વાત કરી આપણે આઈએએસ ખુરાસાન અને તહરીકે એ તાલિબાન પાકિસ્‍તાન જેવા ગ્રુપ પર નજર રાખી શકશે. જે ભારત માટે ખતરો છે, જે ક્ષણની આપણે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છીએ, હવે તાલિબાન ખુદ દરવાજો ખટખટાવી રહ્યા છે.

પાકિસ્‍તાન તો તાલિબાનનો જૂનો દોસ્‍ત છે. ૨૦૨૧માં પાકિસ્‍તાને તેની મદદ કરી, પણ હવે સંબંધ ખરાબ થઈ ગયા છે, કેમ? કારણ કે અફઘાનિસ્‍તાન-પાકિસ્‍તાન બોર્ડર પર તહરીકે તાલિબાન પાકિસ્‍તાનના હુમલા વધી ગયા છે અને તાલિબાન પર આરોપ લાગે છે કે તે તેમને શેલ્‍ટર આપી રહ્યા છે. પાકિસ્‍તાને ક્રોસ બોર્ડર સ્‍ટ્રાઈક કરી, તાલિબાન ભડકી ગયા. ઓગસ્‍ટમાં તો મુત્તકીની પાકિસ્‍તાન વિઝીટ પણ રદ થઈ ગઈ હતી, કેમ કે પાકિસ્‍તાનના નેતૃત્‍વવાળા યુએન પેનલે જ મુત્તકી પર લગાવેલો બેન હટાવવાની ના પાડી દીધી હતી. હવે મુત્તકી ભારત આવી રહ્યા છે, તો પાકિસ્‍તાનને બળતરા થશે.

(9:51 AM IST)