News of Friday, 3rd October 2025
કાલથી થોડા કલાકમાં જ કિલયર થશે ચેક
રિઝર્વ બેંક શરૂ કરી રહી છે કિલયરીંગની નવી વ્યવસ્થાઃ સીટીએસને કન્ટીન્યુઅસ કિલયરીંગ એન્ડ સેટલમેન્ટ ઓન રિયલાઇઝેશન નવી સિસ્ટમ બે તબકકે લાગુ કરાશેઃ પ્રથમ ચરણ કાલથી તો બીજો તબકકો ૩ જાન્યુઆરીથી

મુંબઇ તા.૩: કાલથી બેંકમાં જમા કરાવ્યાના કલાકોમાં ચેક ક્લિયર થઈ જશે. RBI એ ચેક ટ્રંકેશન સિસ્ટમ (CTS) થી સતત ક્લિયરિંગ અને વસૂલાત પર સમાધાનમાં સંક્રમણની જાહેરાત કરી. આનાથી બેંકોમાં ચેક ક્લિયર થવામાં લાગતો સમય બે દિવસથી ઘટીને માત્ર થોડા કલાકો થઈ જશે.RBI એ જણાવ્યું હતું કે નવી સિસ્ટમ બે તબક્કામાં લાગુ કરવામાં આવશે. પ્રથમ તબક્કો ૪ ઓક્ટોબર, ૨૦૨૫ અને ૩ જાન્યુઆરી, ૨૦૨૬ વચ્ચે લાગુ કરવામાં આવશે, જ્યારે બીજો તબક્કો ૩ જાન્યુઆરી પછી લાગુ કરવામાં આવશે.
ભારતીય રિઝર્વ બેંક ના નવા નિયમો મુજબ બેંકો હવે ચેક ક્લિયરિંગ માટે બેચ સિસ્ટમને બદલે સતત કિક્લયરિંગ પદ્ધતિ અપનાવવા જઈ રહી છે. આ નિર્ણય ૪ આક્ટોબર ૨૦૨૫થી અમલમાં આવશે અને તબક્કાવાર રીતે જાન્યુઆરી ૨૦૨૬ સુધી દેશભરમાં લાગુ કરાશે. અત્યારે બે ત્રણ કલાકમાં જમા આવતા ચેક ક્લિયરિંગ માટે સામટા મોકલવામાં આવે છે. હવે ચેક ક્લિયરિંગ માટે આવે એટલે તરત જ મોકલી દેવામાં આવશે.
ચેક ક્લિયરિંગની અત્યારની સિસ્ટમમાં ખાતામાં રકમ જમા દેખાતા એકથી દોઢ દિવસ કે બે દિવસ લાગી જાય છે. તેને બદલે ચોથી ઓક્ટોબરથી અમલમાં આવનારી સિસ્ટમને કારણે જે તે દિવસે જ કે બેન્ક બંધ થાય તે પહેલા જ તમારા ખાતામાં ચેકની રકમ જમા આવી જશે. કારણ કે તમે બેન્કમાં ચેક જમા આપશો કે તરત જ બેન્ક કર્મચારી ચેક સ્કેન કરીને ક્લિયરિંગ માટે મોકલી આપશે. અત્યારે ચાલતી ચેક ટ્રન્કેશન સિસ્ટમ પર જ ચેકની ઈમેજને ક્લિયર કરવા માટે મોકલવાની આવશે. સવારે દસ વાગ્યાથી સાંજના ચાર વાગ્યા સુધી બેન્ક ચેક સ્કેન કરીને ઈમેજ ક્લિયરિંગ હાઉસમાં ક્લિયરિંગ માટે અપલોડ કરી શકશે.
રિઝર્વ બેન્ક દ્વારા દાખલ કરવામાં આવી રહેલી નવી ચેક ક્લિયરિંગની સિસ્ટમને કારણે ખાતેદારને ઝડપથી રકમ મળતી થશે. ચેકક્લિયર થવામાં મોડું થશે નહીં. પરિણામે વ્યક્તિગત નાના વ્યવસાયોને રોકડની અત્યારે પડતી અછત ઓછી થઈ જશે. તેમના નાણાંકીય વહેવારો ઝડપી બની જશે. બેન્ક ખાતેદારોને તરત જ નાણાં મળી જશે. ગ્રાહકોને અંદાજ આવશે કે ક્યારે રકમ તેના ખાતામાં આવી જશે. જોકે ચેક ઈશ્યૂ કરનાર ખાતામાં પૂરતા બેલેન્સ વિના ખાતામાંથી ચેક ફાડશે તો તેણે ભારે પેનલ્ટીનો સામનો કરવાની નોબત આવી શકે છે.
અવિરત ક્લિયરિંગની -સિસ્ટમથી બેન્કોને પણ તેનાથી લાભ થશે. સતત ક્લિયરિંગની સિસ્ટમનથી બેંકો તેમના દૈનિક નાણાં પ્રવાહ સારી રીતે જાળવી કે & સંભાળી શકશે. થોડા વરસો પહેલા દાખલ કરવામાં આવેલી ચેક ટ્રન્કેશન સિસ્ટમનો વધુ કાર્યક્ષમતાથી ઉપયોગ થશે. બીજું ચેક ગુમ થવું, ચેકના નાણા મળવામાં વિલંબ થવાની શક્યતા ઓછી થઈ જશે. ઘણીવાર બેન્કો ખાતેદારના ખાતામાં રકમ જમા આપવામાં વિલંબ કરે છે. કેટલીકવાર આ ગાળો ૨૪થી ૪૮ કલાક સુધીનો હોવાનું જોવા મળે છે. પેન્શનરના નાણા જમા આપવામાં ખાનગી બેન્કો પણ ભયંકર વિલંબ કરતી હોવાનું જોવા મળે છે. ચોથી ઓક્ટોબરથી ચેક ટ્રન્કેશન સિસ્ટમને વધુ કાર્યક્ષમ બનાવા માટે દરેક બેન્કોએ નવી ટેકનોલોજી અને સિસ્ટમને અપગ્રેડ કરવા માટે વધારાનો ખર્ચ કરવો પડશે. બેન્કના કર્મચારીઓએ ચેકની ઈશ્યૂ કરનારની સહીની ચકાસણી કરવાના દબાણ હેઠળ રહેવું પડશે. ફ્રોડ ચેક, સિગ્નેચર મિસમેચ કે અન્ય ભૂલોને પકડી પાડવા માટે ઝડપથી કામગીરી કરવી પડશે. આ કામગીરી કરવી તેમને માટે તકલીફ દાયક બનશે. નાની નાણાકીય સંસ્થાઓ માટે સતત રકમ નીકળતી રહે એ એક પડકાર બની શકે છે. તેમણે તેમના નવા ચેક માટેની રકમ ખાતામાં જમા રાખવી પડશે. અન્યથા ચેક બાઉન્સ થવાની સમસ્યા વકરી શકે છે. બીજું, કોઈપણ વ્યક્તિ કે સંસ્થા ખાતામાં સિલક નહિ હોય તો ચેક ઈશ્યૂ કરવાનું પસંદ કરશે નહિ. પહેલાની જેમ ચેક બાઉન્સ થવાની સમસ્યા સમય જતાં હળવી બની જવાની સંભાવના છે. ચોથી ઓક્ટોબરથી આ નવી સિસ્ટમનો અમલ કરવામાં આવે ત્યારે શરૂઆતમાં ટેકનિકલ ખામીઓ, સ્ટાફ તાલીમ અને પ્રોસેસ બદલાવને કારણે કેટલાક અવરોધ આવી શકે છે. ગામડાંની બેન્કો અને દૂરસુદૂરના વિસ્તારની મુશ્કેલી વધી શકે છે. તેમની લાદીને તેમની પાસેથી વસૂલ કરી ન ધરાવતા પાસેનું ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પૂરતું ન હોય તો તેમને માટે તકલીફ વધી જશે. ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિસ્તારોમાં સતત ક્લિયરિંગ સુવ્યવસ્થિત રીતે અમલમાં લાવવી મુશ્કેલ બની શકે છે. ચેક ટ્રન્કેશન સિસ્ટમમાં ત્વરિત ક્લિયરિંગને કારણે બેન્કોએ વધારાના ખર્ચને કરવો પડશે. આ ખર્ચ બેન્કો ગ્રાહકોને માથે નવી ફી લાદીને તેમની પાસેથી વસૂલ કરી શકે છે.(૩૮.૧૯ )
(10:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
