News of Friday, 3rd October 2025
મવડીમાં યસ બેંકની નવી શાખાનો શુભારંભઃ રાજકોટમાંઆઠમી બ્રાંચ
સોરાષ્ટ્રમાં ૨૧ અને દેશભરમાં ૧૩૦૦ બ્રાન્ચ, ઓનલાઇન ક્ષેત્રે બેંકની સર્વિસ ખુબ સારીઃ રિજનલ હેડ મેહુલ મહેતા : યસ બેંક મુખ્યત્વે કોર્પોરેટ બેંકીંગ પર ધ્યાન કેન્દ્રીત કરે છે, સાથે જ રિટેલ બેકીંગ અને એસેટ મેનેજમેન્ટ પણ પ્રદાન કરે છે, ગ્રાહકોને ઝડપી સર્વિસ પૂરી પાડવી એ જ અમારો ધ્યેય, સિનિયર સિટીઝનોને તેમના ઘરે જઇ ખાતુ ખોલી અપાય છેઃ કલસ્ટર હેડ દિપક મેંદપરા

રાજકોટઃ દેશની અગ્રીમ હરોળની યસ બેંકની નવી બ્રાંચનો આજથી શહેરના મવડી વિસ્તાર ખાતે પ્રારંભ થયો છે. બેંકના ગ્રાહકો આગેવાનો, આમંત્રીતોના હસ્તે દીપ પ્રાગટય કરી શાખાનો પ્રારંભ કરવામાં આવેલ. મહાનુભાવોએ પણ ઉપસ્થિત રહી બેંકના સંચાલકોને શુભેચ્છા પાઠવી હતી.
આ પ્રસંગે યસ બેંકના કલસ્ટર હેડ દિપક મેંદપરાએ જણાવેલ કે યસ બેંકએ ૨૦૦૪માં રાણા કપૂર અને અશોક કપૂર દ્વારા સ્થાપવામાં આવેલી એક ભારતીય ખાનગી ક્ષેત્રની બેંક છે, જે મુખ્યત્વે કોર્પોરેટ બેંકિંગ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તાજેતરમાં, જાપાનની સુમિટોમો મિત્સુઇ બેંકિંગ કોર્પોરેશન (SMBC) યસ બેંકમાં હિસ્સો ખરીદી રહી છે. બેંકના શેરના ભાવમાં વધઘટ જોવા મળી રહી છે અને તેના વ્યવસાયમાં સુધારો થઈ રહ્યો છે.
યસ બેંકની સ્થાપનાની ૨૦૦૪માં રાણા કપૂર અને અશોક કપૂર દ્વારા કરવામાં આવી હતી. ભારતીય ખાનગી ક્ષેત્રની બેંક, મુખ્યત્વે કોર્પોરેટ બેંકિંગ પર ધ્યાન કેન્દ્રિત કરે છે, સાથે જ રિટેલ બેંકિંગ અને એસેટ મેનેજમેન્ટ પણ પ્રદાન કરે છે. તાજેતરમાં જાપાનની સુમિટોમો મિત્સુઇ બેંકિંગ કોર્પોરેશન (SMBC) યસ બેંકમાં હિસ્સો ખરીદી રહી છે અને તેને મંજૂરી પણ મળી છે, જેનાથી યસ બેંકના શેરમાં તેજી જોવા મળી હતી. SMBC એ SBI સહિત ૨૦૨૦માં પુનર્નિર્માણ યોજનામાં ભાગ લેનાર બેંકો પાસેથી હિસ્સો ખરીદ્યો છે અને વધુ મૂડીનું રોકાણ પણ કરી રહી છે. યસ બેંકના વ્યવસાયમાં સુધારો થઈ રહ્યો છે, જેમાં ચોક્કસ ક્વાર્ટરમાં લોન અને એડવાન્સમાં વધારો જોવા મળ્યો છે, તેમ મનીકંટ્રોલ જણાવે છે.
બેંકમાં ૧૮ વર્ષથી કાર્યરત દિપક મેંદપરા વધુમાં જણાવે છે કે અમારી બેંકમાં બચત ખાતા, વ્યાપારી ખાતુ, લોકર, ક્રેડીટ કાર્ડ સહિતની સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. ઉપરાંત સિનિયર સિટીઝનો માટે તેમના ઘરે જઇ ખાતુ ખોલાવી આપવા ઉપરાંત હોમ બેન્કીંગ સર્વિસ પુરી પાડવામાં આવે છે.
આ પ્રસંગે બેંકના રિજનલ હેડ મેહૂલ મહેતા જણાવે છે કે રાજકોટમાં અમારી આઠમી બ્રાંચ શરૂ થઇ ગઇ છે જે સૌરાષ્ટ્રમાં ૨૧ અને દેશભરમાં ૧૩૦૦ બ્રાન્ચ ધરાવે છે. આપણે બધાએ એક થવાની જરૂર છે. વિદેશીઓ આપણા ઉપર ટેરીફ લગાવી રહ્યા છે. ચીન જેવા દેશો ઝડપથી આગળ વધી રહ્યા છે. ત્યારે આ બધા વચ્ચે આપણા વ્યવસાયથી લઇ તમામ ક્ષેત્રે એકસંપ થવું જરૂરી છે. તો આવા સમયે બેકીંગ ક્ષેત્રે પણ અમારૂ બનતું યોગદાન આપી રહ્યા છીએ. અમે ગ્રાહકોને ઝડપી સેવા આપી રહ્યા છીએ, તો ઓનલાઇન ક્ષેત્રે અમારી સેવા ખૂબ જ સારી હોવાનું ગ્રાહકોએ પણ વખાણ્યું છે.
આ પ્રસંગે નરેન્દ્રભાઇ પાંચાણી (રાજકોટ એન્જીનિયરીંગ એસોસીએશન) ,નરેશભાઇ શેઠ, રાજુભાઇ તંતી, નિશીતભાઇ સાપરીયા, (આજી જીઆઇડીસી એસોસીએશન), સાવન કાકડીયા, અને કલ્પેશ રૂદાણી (અનંતા રિસોર્ટ-ગીર), રાજેશભાઇ પટેલ (ગેલેકસી ગ્રુપ), રાજેશભાઇ રૂપાપરા (સદ્ભાવના, વૃધ્ધાશ્રમ ઉપપ્રમુખ), રાકેશભાઇ ભાલાળા, જગદિશભાઇ અકબરી (શિવશકિત ગ્રુપ), કૃષ્ણભાઇ કાસાવદરા (સોઢેશ્વર એન્જીનિયરીંગ) તેમજ બેંકના ગ્રાહકો અને શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા.
સ્થળઃ યસ બેંક લિમિટેડ, રિયલ પ્રાઇમ ટાવર, બાપાસીતારામ ચોક, મવડી, રાજકોટ. વધુ માહિતી માટે બ્રાન્ચ મેનેજર યેશા ગણાત્રાનો મો. ૮૪૦૧૯ ૭૧૮૧૮ ઉપર સંપર્ક કરી શકાય છે.
ઉપરોકત તસ્વીરમાં યસ બેંકની મવડી બ્રાંચના પ્રારંભ પ્રસંગે બેંકના કલસ્ટર હેડ દિપક મેંદપરા, રિજનલ હેડ મેહુલ મહેતા, બ્રાંચ મેનેજર યેશા ગણાત્રા તેમજ બેંકના ગ્રાહકો અને શુભેચ્છકો નજરે પડે છે.(તસ્વીરઃ અભિજીત બગથરીયા) (૩૮.૩૩)
(2:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
