News of Friday, 3rd October 2025
સતત તેજીને બ્રેક : ચાંદીમાં ર૦૦૦ અને સોનામાં પ૦૦ રૂા. ઘટયા
ચાંદીના ભાવ ઘટીને ૧,૪૯,૦૦૦ અને સોનાના ભાવ ૧,ર૦,પ૦૦ રૂા. થયા

રાજકોટ, તા., ૩ : બુલીયન માર્કેટમાં સોના-ચાંદીમાં સતત તેજીને બ્રેક લાગી હતી. આજે ચાંદીમાં ર૦૦૦ રૂા. અને સોનામાં ૫૦૦ રૂા. તૂટયા હતા.
બુલીયન માર્કેટમાં સેન્ટમાં મંદીને પગલે સ્થાનીક બજારમાં ચાંદીમાં ર૦૦૦ રૂા.નો ઘટાડો નોંધાયો હતો. ગઇકાલે ચાંદી ચોરસા (૧ કિલો)નો ભાવ ૧,પ૧,૦૦૦ રૂા. હતા તે ૨૦૦૦ રૂા. ઘટીને આજે ૧,૪૯,૦૦૦ રૂા. થયા હતા. ચાંદીના ભાવ ૧,પ૧,૦૦૦ રૂા.ની સર્વોચ્ચ સપાટી બનાવ્યા બાદ ભાવો પટકાયા હતા.
ચાંદીની સાથે સોનામાં પણ પ૦૦ રૂા. તૂટયા હતા. બુલીયન માર્કેટમાં ડોલરમાં મંદીને પગલે સ્થાનીક બજારમાં સોનામાં પ૦૦ રૂા. ઘટયા હતા. ગઇકાલે સોનુ સ્ટાન્ડર્ડ (૧૦ ગ્રામ)ના ભાવ ૧,ર૧,૦૦૦ રૂા. હતા તે ઘટીને ૧,ર૦,પ૦૦ રૂા. થયા હતા. સોનાના બિસ્કીટમાં પ,૦૦૦ રૂા. ઘટયા હતા. સોનાના બિસ્કીટ (૧૦૦ ગ્રામ)ના ભાવ ૧ર,૧૦,૦૦૦ રૂા. હતા તે ઘટીને ૧ર,૦પ,૦૦૦ રૂા. થયા હતા. સોનાના ભાવે ૧,ર૧,૭૦૦ ની ટોચની સપાટી બનાવ્યા બાદ ભાવો ઘટયા હતા. (૪.૯)
(2:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
