News of Friday, 3rd October 2025
૧૦ મીએ દ્રોપદી મુર્મુ શ્રી સોમનાથ મહાદેવના દર્શને

પ્રભાસ પાટણ- વેરાવળ તા.૩: ભારતના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ સોૈરાષ્ટ્રના પ્રવાસે આવી રહ્યા છે. તા.૧૦ ઓકટોબરે સવારે ૧૧:૩૦ વાગ્યે સોમનાથ હેલીપેડ ઉપર આગમન થશે. સોમનાથ મહાદેવ પુજા અને અતિથીગૃહ ખાતે બપોરના ત્રણ વાગ્યા સુધી રોકાણ કરી અહીંથી સાસણ જવા પ્રસ્થાન કરશે. સોમનાથ મહાદેવ જયોતિલિંગ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્રપસાદના વરદ હસ્તે થયેલ છે. જીલ્લા વહીવટી તંત્ર, પોલીસ તંત્ર અને સોમનાથ ટ્રસ્ટ તડામાર તૈયારીઓમાં લાગી ગયેલ છે. આ અગાઉ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલ, જ્ઞાની ઝૈલસિંગ, વૈકટરામન સહિત તત્કાલીન રાષ્ટ્રપતિઓ સોમનાથ આવી ચુકેલા છે.
(4:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
