<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd October 2025

બિહારમાં વંદે ભારત એક્સપ્રેસની અડફેટમાં ચાર કિશોરોના મોત, એક ગંભીર

રેલવે ટ્રેક પર જોગબની અરરિયાથી દાનાપુર પટના જઈ રહેલી વંદે ભારત ટ્રેનની ટક્કર વાગી: મૃતક કિશોર અને ઇજાગ્રસ્તની ઓળખ પૂર્ણિયા જિલ્લાના બનમનખીના ચાંદપુર ભંગહાના રહેવાસી તરીકે થઈ

બિહારના જવાનપુર ગુમટી નજીક કટિહાર-જોગબની રેલ્વે લાઇન પર ટ્રેનની અડફેટે આવતા ચાર કિશોરોના  મોત થયા છે જ્યારે એકને ગંભીર ઇજાઓ પહોંચી છે.આ અકસ્માત શુક્રવાર સવારે બની હોવાનું સામે આવ્યું છે..વહેલી સવારે કિશોરો દશેરાના મેળામાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો.ઇજાગ્રસ્તને પૂર્ણિયાની મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ અકસ્માત કટિહાર-જોગબની રેલ્વે લાઇન પર કસબા યવનપુર રેલ્વે ક્રોસિંગ પાસે થયો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે મૃતક કિશોરો દશેરા મેળામાંથી પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન રેલવે ટ્રેક પર જોગબની અરરિયાથી દાનાપુર પટના જઈ રહેલી વંદે ભારત ટ્રેનની ટક્કર વાગી હતી જેમાં 4 છોકરાના મોત થયા હતા જ્યારે એકની હાલત ગંભીર હોવાનું હાજર તબીબે જણાવ્યું છે.

મૃતક કિશોર અને ઇજાગ્રસ્તની ઓળખ પૂર્ણિયા જિલ્લાના બનમનખીના ચાંદપુર ભંગહાના રહેવાસી તરીકે થઈ છે.તેઓ પૂર્ણિયામાં એક મખાના ફેક્ટરીમાં કામ કરતા હતા. ઘટનાસ્થળેથી એક મોબાઇલ ફોન પણ મળી આવ્યો છે.

ઘટના બાદ પહોંચેલી કસબા પોલીસ સ્ટેશન અને આરપીએફ ટીમના જણાવ્યા અનુસાર બધા કિશોરો દશેરા મેળો જોવા માટે કસબા આવ્યા હતા. આ ઘટના શુક્રવારે સવારે 5 વાગ્યાની આસપાસ બની હોવાનું જાણવા મળે છે. રેલવે પોલીસ સ્ટેશને જણાવ્યું હતું કે મૃતક કિશોરના પરિવારને ઘટનાની જાણ કરવામાં આવી છે. પોસ્ટમોર્ટમ પછી મૃતદેહ તેમને સોંપવામાં આવશે.

 

(9:34 PM IST)