News of Saturday, 4th October 2025
હમાસને ગાઝા કરાર પર સંમત થવા ડોનાલ્ડ ટ્રમ્પનું 48 કલાકનું અલ્ટીમેટમ : નહિતર કડક સજાની ધમકી
ટ્રમ્પે કહ્યું કે જો કરાર માટેનો આ છેલ્લો મોકો નિષ્ફળ જશે, તો હમાસને પહેલા ક્યારેય ન થયો હોય તેવી આપત્તિનો સામનો કરવો પડશે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગાઝા શાંતિ પ્લાન પર સમજૂતી કરવા માટે હમાસને 48 કલાકનો અલ્ટીમેટમ આપ્યો છે. ટ્રમ્પે કરાર નકારવામાં આવે તો હમાસને કડક સજાની ધમકી પણ આપી છે. તેમણે કહ્યું કે હમાસે 7 ઓક્ટોબરે મહિલાઓ અને બાળકોનો નરસંહાર કર્યો... જવાબમાં, 25,000 થી વધુ હમાસ આતંકવાદીઓ માર્યા ગયા છે. ઇઝરાયલી સેનાએ બાકીના આતંકવાદીઓને ઘેરી લીધા છે. ઇઝરાયલ ફક્ત મારા કહેવાની રાહ જોઈ રહ્યા છે... એટલે કે આદેશ. અમે જાણીએ છીએ કે બાકીના હમાસ સભ્યો ક્યાં છુપાયેલા છે. તમને શિકાર બનાવવામાં આવશે જ્યા દેખાશે ત્યાર ઠાર કરવામાં આવશે.
ટ્રમ્પે ગાઝા શાંતિ યોજના સ્વીકારી ન લેવા બદલ હમાસ પર પ્રહારો કર્યા છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું છે કે જો હમાસ રવિવારે સાંજે 6 વાગ્યા સુધીમાં ગાઝા પટ્ટી માટે પ્રસ્તાવિત શાંતિ કરાર માટે સંમત નહીં થાય, તો ઉગ્રવાદી જૂથ પર વધુ હુમલાઓ થશે. "રવિવારે સાંજે 6 વાગ્યા સુધીમાં (વોશિંગ્ટન ડીસી સમય), હમાસ સાથે કરાર થવો જોઈએ," ટ્રમ્પે સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું. "દરેક દેશે સહી કરી છે!" તેમણે લખ્યું.
અમેરિકી રાષ્ટ્રપતિએ કરાર સુધી પહોંચવામાં વિલંબ માટે હમાસને દોષી ઠેરવ્યો. તેમણે કહ્યું કે જો કરાર માટેનો આ છેલ્લો મોકો નિષ્ફળ જશે, તો હમાસને પહેલા ક્યારેય ન થયો હોય તેવી આપત્તિનો સામનો કરવો પડશે. તેમણે કહ્યું કે મધ્ય પૂર્વમાં એક યા બીજી રીતે શાંતિ પ્રાપ્ત થશે. ટ્રમ્પે આ અઠવાડિયાની શરૂઆતમાં ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથેની વાતચીત બાદ ગાઝા પટ્ટીમાં યુદ્ધ સમાપ્ત કરવાની યોજના રજૂ કરી હતી.
હમાસ વિશેની એક પોસ્ટમાં ટ્રમ્પે કહ્યું, "હમાસ વર્ષોથી મધ્ય પૂર્વમાં એક ક્રૂર અને હિંસક ખતરો રહ્યો છે! તેમણે લોકો માટે જીવન અસહ્ય બનાવી દીધું છે, અને આનો અંત 7 ઓક્ટોબરના રોજ ઇઝરાયલમાં થયેલા હત્યાકાંડમાં આવ્યો, જ્યાં શિશુઓ, સ્ત્રીઓ, બાળકો, વૃદ્ધો અને ઘણા યુવાનો, સ્ત્રીઓ, છોકરાઓ અને છોકરીઓ જેઓ તેમના ભવિષ્યની ઉજવણી કરવાની તૈયારી કરી રહ્યા હતા તેમની હત્યા કરવામાં આવી. 7 ઓક્ટોબરના રોજ નાગરિક સમાજ પર થયેલા હુમલાના બદલામાં, 25,000 થી વધુ હમાસ "સૈનિકો" પહેલાથી જ માર્યા ગયા છે. બાકીના મોટાભાગના લોકો ઘેરાયેલા છે અને લશ્કરી રીતે ફસાયેલા છે, ફક્ત મારા "જાઓ" શબ્દ બોલવાની રાહ જોઈ રહ્યા છે જેથી તેમના જીવનનો તાત્કાલિક અંત લાવી શકાય. બાકીના લોકો માટે, અમે જાણીએ છીએ કે તમે ક્યાં અને કોણ છો, અને તમને શિકાર કરવામાં આવશે... અને મારી નાખવામાં આવશે.
(12:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
