<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th October 2025

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ છત્તીસગઢના પ્રવાસે :બસ્તર દશેરા ઉત્સવના મુખ્ય પરંપરાગત કાર્યક્રમ "મુરિયા દરબાર" માં હાજરી આપશે

ગદલપુર પહોંચશે જ્યાં મા દંતેશ્વરી મંદિરમાં પ્રાર્થના કરશે :પુજારીઓ અને આદિવાસી સમુદાયના નેતાઓ સાથે વાતચીત કરશે.

નવી દિલ્હી :કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ છત્તીસગઢના બે દિવસના પ્રવાસે છે. આ મુલાકાત દરમિયાન, તેઓ વિશ્વ પ્રસિદ્ધ બસ્તર દશેરા ઉત્સવના મુખ્ય પરંપરાગત કાર્યક્રમ "મુરિયા દરબાર" માં હાજરી આપશે. ગૃહમંત્રી અમિતભાઇ શાહ આજે બપોરે 12 વાગ્યા પછી જગદલપુર પહોંચશે, જ્યાં તેઓ મા દંતેશ્વરી મંદિરમાં પ્રાર્થના કરશે. ત્યારબાદ તેઓ બસ્તર દશેરાના ભાગ રૂપે મુરિયા દરબાર કાર્યક્રમમાં હાજરી આપશે, પુજારીઓ અને આદિવાસી સમુદાયના નેતાઓ સાથે વાતચીત કરશે. જગદલપુર છોડતા પહેલા અમિતભાઇ શાહ સ્વદેશી મેળામાં ભાગ લેશે.

(12:51 AM IST)