News of Saturday, 4th October 2025
લોકોને તરફડતા છોડીને ભાગવું અભિનેતા વિજયની માનસિકતા જાહેર કરે છેઃ હાઈકોર્ટ
૪૧નો ભોગ લેનારા ધક્કામુક્કી કાંડ મુદ્દે વિજય-સરકારનો ઉધડો લીધો અનેક લોકો માર્યા ગયા, ઘટના માટે જવાબદાર કોણ, સરકારે પગલા લીધા?:હાઇકોર્ટે સવાલો કરી એસઆઇટીને તપાસ સોંપી

ચેન્નાઇ તા.૪: અભિનેતા અને તમિલનાડુમાં નવો પક્ષ સ્થાપનારા વિજયને ધક્કામુક્કી કાંડ મુદ્દે મદ્રાસ હાઇકોર્ટે ફટકાર લગાવી હતી. ત્યાંથી ભાગી જવું તેમની માનસિકતા જાહેર કરે છે. તેમના પક્ષ દ્વારા આ ઘટના મુદ્દે કે સ્થળેથી જતા રહેવા મુદ્દે કોઇ ખેદ પણ વ્યક્ત નથી કર્યો. મદ્રાસ હાઈકોર્ટે સવાલ કર્યો હતો કે ઘટનાના તુરંત બાદ વિજય સ્થળ પરથી કેમ ભાગી ગયા? તેમનું આવા સમયે
સોનમ વાંગચુકની તાત્કાલિક મુક્તિ માટે સુપ્રીમ કોર્ટમાં અરજી
ક્લાયમેટ એક્ટિવિસ્ટ (પર્યાવરણ કાર્યકર્તા) સોનમ વાંગચુકની મુક્તિની અપીલ માટે તેમના પત્ની ગીતાંજલિ આંગમોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. આ અરજીમાં નેશનલ સિક્યુરિટી એક્ટ હેઠળ કરાયેલી તેમની ધરપકડને પણ પડકારવામાં આવી છે.લદ્દાખમાં દેખાવોના બે દિવસ પછી ૨૬ સપ્ટેમ્બરે નેશનલ સિક્યુરિટી એક્ટ હેઠળ વાંગચુકની ધરપકડ કરવામાં આવી હતી. લદાખને રાજ્યનો દરજ્જો આપવા અને છઠ્ઠા શિડ્યુલમાં સામેલ કરવાની માંગ સાથે કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખમાં થયેલા દેખાવોમાં ચાર લોકોનાં મોત થયા હતાં.
તમિલનાડુના કરૂરમાં વિજયની રેલીમાં એટલી ભીડ પહોંચી હતી કે તેને કાબુ કરવી મુશ્કેલ થઈ ગયું હતું, પરિણામે બાદમાં ધક્કામુક્કી થઇ હતી જેમાં વધુ લોકો માર્યા ગયા હતા. આ ધક્કામુક્કી બાદ વિજય સ્થળેથી જતો રહ્યો હતો, પીડિતોને મળવા પણ નહોતો ઉભો રહ્યો. આ ઘટના મુદ્દે ઉચ્ચસ્તરીય તપાસની માગ કરતી અરજીની સુનાવણી દરમિયાન મદ્રાસ હાઈકોર્ટે વિજયનો ઉધડો લીધો હતો. સાથે જ તમિલનાડુ સરકારને પણ ઝાટકી હતી.
વિજય અને તમિલનાડુ સરકાર બન્નેને લઈને ટિપ્પણી કરતા મદ્રાસ હાઇકોર્ટના ન્યાયાધીશ સૈથિલકુમારે હતું કે અમે જોયું કે અનેક લોકો માર્યાં ગયા, તમે સરકાર) શું પગલા લીધે? તમે આ બધુ થવા દીધું અને માત્ર બે લોકોની ધરપકડ કરી. આ સમગ્ર ઘટના માટે જવાબદાર કોણ છે? નેતા, વિજય સ્થળ પરથી જતા રહ્યા અને ગુમ થઇ ગયા, લોકોને મદદ કરવા માટે કોઇ જ નહોતુ બચ્યું. સરકારને સવાલ કરતા ન્યાયાધીશે કહ્યું હતું કે કરૂર ધક્કામુક્કી કાંડ બાદ તમને ફરિયાદ દાખલ કરતા કોણ રોકી રહ્યું હતું? આ માનવ સર્જિત હોનારત છે. મુકદર્શક બનીને ના બેસી શકે.
(10:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
