News of Saturday, 4th October 2025
ગુજરાત ભાજપની કમાન હવે ‘વિશ્વકર્મા'નાં હાથોમાં
જગદીશ પંચાલ (વિશ્વકર્મા) બન્યા પ્રદેશ ભાજપ પ્રમુખ : ગાંધીનગરમાં પદગ્રહણ સમારોહ : મુખ્યમંત્રીએ શ્રીફળનો પડો તો પાટિલે ભાજપનો ઝંડો આપ્યો : નવા પ્રમુખનું ફુલહારથી ‘ઉમળકાભેર' સ્વાગત : કાર્યકર જ મારી ઓળખ : દેશ-રાજય સારા તાલમેલથી આગળ વધ્યા છે : સૌના વિશ્વાસ - પ્રયાસથી આગળ વધશું : GST રિફોર્મના લાભ પ્રજા સુધી પહોંચાડવાના છે : જગદીશ વિશ્વકર્મા : સમારોહમાં મુખ્યમંત્રી, સી.આર.પાટિલ, કે.લક્ષ્મણ, ભુપેન્દ્ર યાદવ સહિત પ્રધાનો - ધારાસભ્યો સહિતનાઓ હાજર રહયાં : સમારોહ પૂર્વે જગદીશ પંચાલનું શકિત પ્રદર્શન : ભવ્ય રેલી : ઠેરઠેર સ્વાગત

(વિજય વસાણી દ્વારા) ગાંધીનગર, તા.૪: છેલ્લા ઘણા સમયથી ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખના નામની અટકળો ચાલી રહેલી. જેનો આજે અંત આવ્યો છે. તમને જણાવી દઇએ કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ગુજરાત ભાજપને નવા પ્રદેશ પ્રમુખ મળી ગયા છે. નિકોલના ધારાસભ્ય જગદીશ વિશ્વકર્મા હવે ભાજપના નવા પ્રદેશ પ્રમુખ ગણાશે. ભાજપ પ્રદેશ પ્રમુખની ચૂંટણી માટે ગઇકાલે ૨ વાગ્યા સુધી ફોર્મ ભરવાનો સમય હતો. જેમાં એકમાત્ર જગદીશ વિશ્વકર્માએ જ ફોર્મ ભર્યું હતું. જેથી જગદીશ વિશ્વકર્મા બિનહરીફ વિજેતા જાહેર થતા જ સત્તાવાર નહીં, પરંતુ નામ ફાઇનલ થઇ ગયેલું. જોકે આજે વિધિવત રીતે તેઓએ નવા પ્રદેશ પ્રમુખનો ચાર્જ સંભાળી લીધો છે. પદગ્રહણ સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પૂર્વ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ, સંગઠન મહામંત્રી રત્નાકર, કેન્દ્રીય ચૂંટણી ઇન્ચાર્જ કે. લક્ષ્મણ, પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ, અને ચૂંટણી ઇન્ચાર્જ ઉદય કાનગડ સહિત પદનામિત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા પોતે હાજર રહ્યા હતા. આ નેતાઓની હાજરી ગુજરાત ભાજપમાં સંગઠનાત્મક શક્તિ અને એકતાનો સ્પષ્ટ સંદેશ આપે છે.
ગુજરાત ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ તરીકે જગદીશ વિશ્વકર્માએ આજે સત્તાવાર રીતે પદભાર સંભાળી લીધો છે. તેઓ રાજ્ય એકમના ૧૪મા અધ્યક્ષ બન્યા છે. તેમની બિનહરીફ વરણી બાદ કોબા કમલમ ખાતે ભવ્ય પદગ્રહણ સમારોહ યોજાયો હતો.. સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પૂર્વ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ, સંગઠન મહામંત્રી રત્નાકર, પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ અને કેન્દ્રીય ચૂંટણી ઇન્ચાર્જ કે. લક્ષ્મણ સહિત ઘણા અગ્રણીઓ હાજર રહ્યા હતા.
પ્રદેશ પ્રમુખનો પદભાર સંભાળ્યા બાદ જગદીશ વિશ્વકર્માએ કહ્યું કે, પ્રદેશ અધ્યક્ષ તરીકે તે શીર્ષ નેતળત્વએ વિશ્વાસ મૂકયો છે, જવાબદારી આપી છે તેમને વંદન છે. મારા જેવા બુથની જવાબદારી નીભાવતા કાર્યકર્તાને જે જવાબદારી આ પાર્ટીએ આપી છે. આ જવાબદારીની સાચી ઓળખ એટલે મારી સામે બેઠેલો કાર્યકર્તા મારી સાચી ઓળખ છે. આ ઉપરાંત તેમણે પોતાના ભાષણમાં કલમ ૩૭૦ દૂર કરવી, ઓપરેશન સિંદૂર, આયુષ્માન યોજના, GST ઘટાડા સહિતના કેન્દ્ર સરકારના નિર્ણયોની પ્રશંસા કરી હતી.
પદભાર સંભાળતા પહેલાં જગદીશ વિશ્વકર્મા પોતાના નિવાસસ્થાનથી રેલી સ્વરૂપે ગાંધીનગર જવા નીકળ્યા હતા. અમદાવાદના ઠક્કરબાપાનગરથી રેલીનો પ્રારંભ થયો હતો. રસ્તા પર ભાજપ કાર્યકરોએ ઢોલ-નગારા સાથે તેમનું સ્વાગત કર્યું હતું, તો નરોડા પાટિયામાં સાંસદ દિનેશ મકવાણાએ ફૂલોનો હાર પહેરાવી અભિનંદન આપ્યું હતું. રેલીમાં મહિલાઓએ ગરબા નાચીને ખુશી વ્યક્ત કરી હતી. ભાટ નજીકથી અમદાવાદ શહેરના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા, જેથી સમગ્ર માર્ગમાં ઉત્સવનો માહોલ જોવા મળ્યો.
જગદીશ વિશ્વકર્માએ વિધિવત રીતે પદભાર સંભાળ્યો છે. ભાજપના દિગ્ગજ નેતાઓ અને કાર્યકર્તાઓની હાજરીમાં જગદીશ વિશ્વકર્માએ ગુજરાત ભાજપની બાગડોર સંભાળી. નિવાસસ્થાનેથી રેલી સ્વરૂપે કાર્યકર્તાઓના સમર્થન સાથે જગદીશ વિશ્વકર્મા પ્રદેશ કાર્યાલય પહોંચ્યા હતા. હવે સંગઠન અને સરકાર બંનેમાં અમદાવાદનું પ્રભુત્વ જોવા મળશે. રાજ્યના મુખ્યમંત્રી પણ અમદાવાદના અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ પણ અમદાવાદના બન્યા છે. સંગઠન અને સરકારનો અનુભવ ધરાવતા વિશ્વકર્માને ગુજરાત ભાજપની કમાન મળી.
જગદીશ વિશ્વકર્માના પ્રદેશ અધ્યક્ષ બનવાની સત્તાવાર જાહેરાત ભુપેન્દ્ર યાદવે કરી હતી. તેમણે આ પ્રસંગે કહ્યું કે, સંગઠનની દૃષ્ટિએ ગુજરાત સમગ્ર દેશમાં સૌથી અવ્વલ છે. છેલ્લાં ત્રણ દાયકાઓથી ગુજરાતમાં ભાજપની સતા છે. રાષ્ટ્રીય પરિષદ માટે ૩૯ નામો નક્કી કરાયા છે. પ્રદેશ અધ્યક્ષ માટે ફોર્મ ભરવા માટેનો કાલે સમય હતો. એક જ પ્રદેશ અધ્યક્ષ માટેનું ફોર્મ આવ્યું હતું. જેથી જગદીશ વિશ્વકર્મા ને પ્રદેશ અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવે છે.
જગદીશ વિશ્વકર્માને પ્રમાણપત્ર અર્પિત કરાયા હતા. પ્રમુખ પદ માટે શ્રીફળ અને સાકર મુખ્યમંત્રી દ્વારા વિશ્વકર્માને અપાયું હતું. તો સી આર પાટીલે ભાજપનો ધ્વજ નવા પ્રમુખ જગદીશ વિશ્વકર્માને અર્પણ કર્યો. સી આર પાટીલે એમની જગ્યા પર જગદીશ વિશ્વકર્માને બેસાડીને નવા પ્રદેશ પ્રમુખનું સ્વાગત કર્યું હતું.
જગદીશ વિશ્વકર્માના પ્રદેશ અધ્યક્ષ બનવાની સત્તાવાર જાહેરાત ભુપેન્દ્ર યાદવે કરી હતી. તેમણે આ પ્રસંગે કહ્યું કે, સંગઠનની દૃષ્ટિએ ગુજરાત સમગ્ર દેશમાં સૌથી અવ્વલ છે. છેલ્લાં ત્રણ દાયકાઓથી ગુજરાતમાં ભાજપની સતા છે. રાષ્ટ્રીય પરિષદ માટે ૩૯ નામો નક્કી કરાયા છે. પ્રદેશ અધ્યક્ષ માટે ફોર્મ ભરવા માટેનો કાલે સમય હતો. એક જ પ્રદેશ અધ્યક્ષ માટેનું ફોર્મ આવ્યું હતું. જેથી જગદીશ વિશ્વકર્મા ને પ્રદેશ અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવે છે.
જગદીશ વિશ્વકર્માને પ્રમાણપત્ર અર્પિત કરાયા હતા. પ્રમુખ પદ માટે શ્રીફળ અને સાકર મુખ્યમંત્રી દ્વારા વિશ્વકર્માને અપાયું હતું. તો સી આર પાટીલે ભાજપનો ધ્વજ નવા પ્રમુખ જગદીશ વિશ્વકર્માને અર્પણ કર્યો. સી આર પાટીલે એમની જગ્યા પર જગદીશ વિશ્વકર્માને બેસાડીને નવા પ્રદેશ પ્રમુખનું સ્વાગત કર્યું હતું.
આજે પ્રમુખનો તાજ પહેરતા પૂર્વે તેમણે પોતાના નિવાસ સ્થાનેથી એક ભવ્ય રેલી યોજી હતી, જે દરમ્યાન ભારત માતાકી જયના ગગનભેદી નારા લાગ્યા હતા. રેલીમાં હજારો નેતાઓ કાર્યકરો જોડાયા હતા. જેને રસ્તામાં ઠેરઠેર આવકાર આપવામાં આવ્યો હતો. ઠેરઠેર ફટાકડા પણ ફુટયા હતા. પ્રદેશ પ્રમુખ તરીકેની સત્તાવાર જાહેરાત બાદ તેમણે હોદ્દો સંભાળ્યો હતો. તેમની વરણી બિનહરીફ થઈ છે.
આજે તેમણે ભાજપનું સુકાન સંભાળ્યું તે પૂર્વે એક ભવ્ય રેલી યોજાઈ હતી જેમાં સાંસદો-ધારાસભ્યો સહિત કાર્યકરોએ તેમને ઉમળકાભેર શુભેચ્છા પાઠવી હતી. ઢોલ-નગારા-રાસ-ગરબા-ફટાકડાની રમઝટ બોલી હતી. રેલીને ઠેરઠેર ભવ્ય આવકાર અપાયો હતો. રેલીમાં ૫૦૦થી વધુ ગાડીઓ હતી. શકિત પ્રદર્શન સમી આ રેલીમાં સૌકોઈ કેસરી પાઘડી સાથે સજ્જ થયા હતા. રેલી ગાંધીનગર કમલ સુધી યોજાઈ હતી.
લાંબા સમયથી ચાલતી આતુરતાનો અંત આવ્યો છે. અમદાવાદની નિકોલ બેઠકના ધારાસભ્ય અને સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માને પાર્ટીનું પ્રદેશ અધ્યક્ષપદ સોંપાયું છે. ૫૨ વર્ષીય વિશ્વકર્માએ વિજયમુહૂર્તમાં કમલમમાં ફોર્મ ભરીને ચૂંટણી અધિકારી ઉદય કાનગડને સોંપ્યું. અન્ય કોઈ દાવેદાર ન હોવાથી તેઓ બિનહરીફ ચૂંટાયા. જો કે ભાજપ સત્તાવાર જાહેરાત આજે કરશે અને આજે જ જગદીશ વિશ્વકર્મા શપથગ્રહણ કરશે.
મૂળ બનાસકાંઠાના વિશ્વકર્મા અમદાવાદને કર્મભૂમિ બનાવી, અહીંથી ત્રણ વખત ધારાસભ્ય બન્યા. તેઓ અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ રહી ઉત્કળષ્ટ કામગીરી કરી, સરકારમાં MSME, વન વિભાગ સહિત અનેક પોર્ટફોલિયો સંભાળ્યા. નિર્વિવાદી અને યુવા ચહેરા પર દિલ્હી હાઈકમાન્ડે મંજૂરીની મહોર મારી છે.
જગદીશ વિશ્વકર્માના નામે ઘણાને આヘર્યચકિત કર્યા પરંતુ આ નામ પાછળ ભાજપની રણનીતિ પણ છે. ગુજરાતમાં પહેલી વખત મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ બંને અમદાવાદમાંથી આવ્યા છે. સરકાર-સંગઠન પર અમદાવાદનો દબદબો જોવા મળશે. ગુજરાતમાં પહેલી વખત આવું બન્યું છે કે, મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ બંને અમદાવાદથી હોય.
તો ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં OBCનો દબદબો જોવા મળશે...કારણ કે ત્રણેય પાર્ટીના અધ્યક્ષ બક્ષીપંચ સમાજમાંથી આવે છે. કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા, આપના ઈસુદાન ગઢવી અને ભાજપના જગદીશ વિશ્વકર્મા. બક્ષીપંચ વોટબેંક અંકે કરવા માટે ત્રણેય પક્ષોએ કમર કસી છે.
વિશ્વકર્માના નેતળત્વમાં ભાજપ ૨૦૨૭ વિધાનસભા ચૂંટણીમાં ઉતરશે. આ ચૂંટણીમાં વિશ્વકર્માની પરીક્ષા થશે... તો આ પહેલા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ જગદીશ વિશ્વકર્માની અગ્નિપરીક્ષા સાબિત થશે...પાટીલે ભાજપને જે ઊંચાઈ પર પહોંચાડ્યું છે તે સ્થાન વિશ્વકર્મા કેટલું જાળવી રાખે છે તે જોવાનું રહ્યું.
જગદીશ વિશ્વકર્મા સામે પડકાર? સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, ૨૦૨૭માં વિધાનસભાની ચૂંટણી, સંગઠનને વધુ મજબૂત કરવાની જવાબદારી, સંગઠન અને સરકાર વચ્ચે સંતુલન, તમામ સમાજના કાર્યકર્તાઓ વચ્ચે સંતુલન, બનાસકાંઠા, વાવ-થરાદ જિલ્લામાં મજબૂતી.
જગદીશ વિશ્વકર્મા પદભાર સંભાળશે તે માટે તેમના ઘર, કમલમ કાર્યાલયને સજાવવામાં આવ્યું છે. ભાજપના કાર્યકરોમાં નવા પ્રદેશ પ્રમુખને વધાવવા ઉત્સાહ જોવા મળ્યો છે. રેલીના રૂટ પર ભાજપના ઝંડા અને ર્હોડિંગ્સ લાગ્યા છે. (૨૩.૩૦)
(3:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
