News of Saturday, 4th October 2025
ઈઝરાયલી બંધકોની મુક્તિના સંકેતો એક મહત્વપૂર્ણ પગલું
ગાઝામાં શાંતિ સ્થાપિત કરવાની પહેલની પીએમ મોદીએ કરી પ્રશંસા ભારત કાયમી અને ન્યાયી શાંતિ માટેના તમામ પ્રયાસોને મજબૂત સમર્થન આપવાનું ચાલુ રાખશે

નવી દિલ્હી, તા.૪: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાઝામાં ચાલી રહેલા શાંતિ પ્રયાસોમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નેતળત્વની પ્રશંસા કરી છે. તેમણે કહ્યું કે ગાઝામાં શાંતિ પ્રક્રિયા નિર્ણાયક તબક્કામાં છે અને બંધકોની મુક્તિના સંકેતો એક મહત્વપૂર્ણ પગલું છે. પીએમ મોદીએ ટ્વિટર પર લખ્યું, ગાઝામાં શાંતિ પ્રયાસોમાં નિર્ણાયક પ્રગતિ વચ્ચે અમે રાષ્ટ્રપતિ ટ્રમ્પના નેતળત્વનું સ્વાગત કરીએ છીએ. બંધકોની મુક્તિના સંકેતો એક મહત્વપૂર્ણ પગલું છે. ભારત સ્થાયી અને ન્યાયી શાંતિ તરફના તમામ પ્રયાસોને મજબૂત સમર્થન આપવાનું ચાલુ રાખશે.
વડાપ્રધાનનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે આંતરરાષ્ટ્રીય સમુદાય ગાઝામાં યુદ્ધવિરામ અને માનવતાવાદી રાહત માટે સક્રિયપણે આગળ વધી રહ્યું છે. ભારતે સતત ભાર મૂકયો છે કે ઇઝરાયલ-પેલેસ્ટિનિયન સંઘર્ષનો ઉકેલ ફક્ત વાતચીત અને શાંતિપૂર્ણ વાટાઘાટો દ્વારા જ શકય છે.
વડાપ્રધાન મોદીએ અગાઉ આ પહેલ માટે ટ્રમ્પની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું, અમે ગાઝા સંઘર્ષને સમાપ્ત કરવા માટે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની વ્યાપક યોજનાનું સ્વાગત કરીએ છીએ. તે પેલેસ્ટિનિયન અને ઇઝરાયલી લોકો તેમજ પヘમિ એશિયાઈ ક્ષેત્ર માટે લાંબા ગાળાની અને ટકાઉ શાંતિ, સુરક્ષા અને વિકાસ માટે એક વ્યવહારુ માર્ગ પ્રદાન કરે છે. અમને આશા છે કે તમામ પક્ષો રાષ્ટ્રપતિ ટ્રમ્પની પહેલ પાછળ એક થશે અને સંઘર્ષનો અંત લાવવા અને શાંતિ સુનિヘતિ કરવાના આ પ્રયાસને સમર્થન આપશે.
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટપણે જણાવ્યું છે કે જો હમાસ રવિવારે સાંજે ૬ વાગ્યા સુધીમાં ગાઝા પટ્ટી માટે પ્રસ્તાવિત શાંતિ કરાર માટે સંમત નહીં થાય, તો ઉગ્રવાદી જૂથને વધુ હુમલાઓનો સામનો કરવો પડશે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે, રવિવારે સાંજે ૬ વાગ્યા સુધીમાં હમાસ સાથે કરાર કરવો આવશ્યક છે (વોશિંગ્ટન, ડી.સી. સમય).
તેમણે લખ્યું હતું કે, દરેક દેશે હસ્તાક્ષર કર્યા છે! જો સોદા માટે આ છેલ્લી તક નિષ્ફળ જાય, તો હમાસને પહેલા કયારેય ન હોય તેવી આપત્તિનો સામનો કરવો પડશે. મધ્ય પૂર્વમાં શાંતિ એક યા બીજી રીતે પ્રાપ્ત થશે.
ટ્રમ્પે આ અઠવાડિયાની શરૂઆતમાં ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથેની વાતચીત પછી ગાઝા પટ્ટીમાં યુદ્ધનો અંત લાવવાની યોજના રજૂ કરી હતી. (રર.૭)
(11:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
