News of Saturday, 4th October 2025
જામનગરમાં ર૦ પેઢી ઉપર GST ના દરોડાઃ ૮૦ કરોડની કરચોરી બહાર આવીઃ એક ‘CA'ની શંકાસ્પદ ભૂમિકા
રાજકોટ-ભાવનગર-જામનગર-અમદાવાદના અધિકારીઓનો કાફલો ત્રાટકયો

રાજકોટ તા. ૪ :.. સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા જામનગરમાં ગઇકાલ સાંજથી જુદી જુદી ર૦ જેટલી પેઢીઓના ધંધાના અને નિવાસસ્થાને મળીને રરથી વધુ સ્થળોએ દરોડાનો દોર શરૂ કરાયો છે.
આલમમાં ભારે ચકચાર મચી જવા પામી છે. દરોડામાં ૮૦ કરોડથી વધુની કરચોરી પકડાઇ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યુ છે, એટલું જ નહીં પરંતુ આ દરોડામાં એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (સીએ)ની પણ ભૂંડી ભૂમિકા હોવાનું બહાર આવતા તપાસનો દોર લંબાયો છે.
ગઇકાલ બપોર પછી અમદાવાદ, રાજકોટ, ભાવનગર અને જામનગરના સ્ટેટ જીએસટી વિભાગના અધિકારીઓએ જુદા જુદા ધંધાઓ સાથે સંકળાયેલી જામનગરની ર૦ જેટલી પેઢીઓ પર સાગમટે દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી.
આ કાર્યવાહી દરમિયાન જામનગરના એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (સીએ) ની સક્રિય ભૂમિકા હોવાનું પણ સામે આવ્યું હતું. પ્રાથમિક તપાસમાં આ પેઢીઓ દ્વારા ૮૦ કરોડથી વધુની રકમની કરચોરી કરી હોવાની વિગતો પ્રાપ્ત થઇ છે. આ દરોડામાં કબ્જે કરાયેલા દસ્તાવેજોની ચકાસણી દરમિયાન આ કરચોરીનો આંકડો વધવાની શકયતા રહેલી છે.તપાસમાં અલગ-અલગ બિઝનેસના વેપારીઓ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના કલાઇન્ટ છે અને સીએ દ્વારા કૌભાંડ કરવામાં આવી હોવાની વિગતો પ્રકાશમાં આવી છે.
(11:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
