News of Saturday, 4th October 2025
ચાંદીમાં ૧૦૦૦ રૂા.નો ઉછાળો : સોનુ સ્થિર
ચાંદીના ભાવ વધીને ૧,પ૧,૦૦૦ : સોનાના ભાવ ૧,ર૧,૩૦૦

રાજકોટ, તા., ૪ : બુલીયન માર્કેટમાં ચાંદીમાં તેજીનો દોર જારી રહયો હતો. જયારે સોનાના ભાવ સ્થિર રહયા હતા.
બુલીયન માર્કેટમાં સેન્ટમાં તેજીને પગલે સ્થાનીક બજારમાં ચાંદીમાં મોડી રાત્રે ૧૦૦૦ રૂપીયાનો ભાવવધારો થયો હતો. ગઇકાલે ચાંદી ચોરસા (૧ કિલો)નો ભાવ ૧,પ૦,૦૦૦ રૂા. હતા તે વધીને મોડી રાત્રે ૧,પ૧,૦૦૦ રૂા. થયા હતા. સોનાના ભાવમાં કોઇ વધઘટ ન હતી. સોનુ સ્ટાન્ડર્ડ (૧૦ ગ્રામ)ના ભાવ ૧,ર૧,૩૦૦ રૂપીયાની સપાટીએ સ્થિર હતા. (૪.૧૫)
(2:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
