News of Saturday, 4th October 2025
રશિયાનો યુક્રેનમાં ટ્રેન પર ડ્રોનથી ભયાનક હુમલો : 30 લોકોના મોત : પેસેન્જર ટ્રેન અને રેલવે સ્ટેશનને ટાર્ગેટ કર્યા : ટ્રેનના ફુરચા ઉડી ગયા
રશિયાએ શૉસ્ટકા રેલવે સ્ટેશનથી કીવ જઈ રહેલી ટ્રેન પર ડ્રોનથી હુમલો કર્યો: ટ્રેન આગની લપેટમાં આવી ગઈ: ઝેલેન્સ્કીએ હુમલાની આકરા શબ્દોમાં ટીકા કરી

રશિયન સેનાએ યુક્રેનના ઉત્તર ક્ષેત્ર સુમી શહેરમાં પેસેન્જર ટ્રેન અને રેલવે સ્ટેશનને ટાર્ગેટ કરીને ભયાનક હુમલો કર્યો છે, જેમાં 30 લોકોના મોત થયા છે. રિપોર્ટ મુજબ હુમલામાં ટ્રેનના ફૂરચા ઊડી ગયા છે. રાષ્ટ્રપ્રમુખ વ્લોદોમિર ઝેલેન્સ્કીએ હુમલાની આકરા શબ્દોમાં ટીકા કરી છે.
યુક્રેને કહ્યું છે કે, રશિયાએ શૉસ્ટકા રેલવે સ્ટેશનથી કીવ જઈ રહેલી ટ્રેન પર ડ્રોનથી હુમલો કર્યો છે, જેમાં ટ્રેનના ફૂરચાં ઊડી ગયા છે. ઝેલેન્સ્કીએ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક્સ પર પોસ્ટ કર્યો છે. તેમાં જોવા મળી રહ્યું છે કે, ટ્રેન આગની લપેટમાં આવી ગઈ છે, મોટાભાગના કોચની બારીઓના કાચ તૂટી ગયા છે, તો કેટલાક કોચ સંપૂર્ણ નાશ પામ્યા છે.
ઝેલેન્સ્કીએ કહ્યું કે, રશિયાએ સૂમી વિસ્તારના શૉસ્ટકા રેલવે સ્ટેશન પર ડ્રોનથી હુમલો કર્યો છે. અત્યાર સુધી મળતા સમાચાર મુજબ હુમલામાં 30 લોકોના મોત થયા છે. અધિકારીઓએ કહ્યું કે, જ્યારે ડ્રોન હુમલો થયો ત્યારે રેલવે સ્ટેશન પર યુક્રેન રેલવેના કર્મચારીઓ અને અનેક મુસાફરો ઉભા હતા.
(8:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
