તા. ૨૮ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા વદ – ૨ સોમવાર
જો રોકડ ચુકવણી કરો તો દેવો પડશે બમણો ટોલ ટેક્સ
કેન્દ્ર સરકારે નિયમમાં કર્યો મોટો ફેરફાર ૧૫ નવેમ્બર, ૨૦૨૫થી અમલમાં : કેન્દ્ર સરકારે નેશનલ હાઈવે પર કેશ ટ્રાન્ઝેક્શનને ખતમ કરવા અને ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે નેશનલ હાઈવે ફી નિયમ, ૨૦૦૮માં ફેરફાર કર્યો છે

નવી દિલ્હી તા.૬: કેન્દ્ર સરકારે નેશનલ હાઈવે પર કેશ ટ્રાન્ઝેક્શનને ખતમ કરવા અને ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે નેશનલ હાઈવે ફી નિયમ, ૨૦૦૮માં ફેરફાર કર્યો છે. નવા નિયમો હેઠળ કોઈ વાહન માન્ય અને કાર્યરત ર્જ્ખ્લ્વ્ી વિના ટોલ પ્લાઝામાં પ્રવેશ કરે છે અને રોકડ ચુકવણી કરે છે, પછી તેની પાસેથી નિર્ધારિત ફી કરતાં બમણી ફી વસૂલવામાં આવશે.
જો, વાહન યૂનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસના માધ્યમથી ચાર્જ ચૂકવે છે, તો તેણે માત્ર ૧.૨૫ ગણો ચાર્જ આપવો પડશે. ઉદાહરણ તરીકે, જો કોઈ વાહનનો ટોલ ૧૦૦ રૂપિયા છે, તો કેશ પેમેન્ટ પર ૨૦૦ રૂપિયા અને શ્ભ્ત્થી પેમેન્ટ પર ૧૨૫ રૂપિયા આપવા પડશે.
૧૫ નવેમ્બર, ૨૦૨૫થી નવા નિયમ-આ સુધારો ટોલ ચાર્જ વસૂલી પ્રક્રિયાને સશક્ત બનાવવા, પારદર્શિતા વધારવા અને યાત્રીકો માટે સુવિધા સુનિヘતિ કરવાના ઉદ્દેશથી કરવામાં આવ્યો છે. નવા નિયમ ૧૫ નવેમ્બર, ૨૦૨૫થી અમલમાં આવશે. સરકારનું આ પગલું ટોલ પ્લાઝા પર ભીડ ઘટાડવા, ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહિત કરવા અને હાઈવે પર યાત્રાને વધારે સુગમ બનાવવાની દિશામાં એક મોટો સુધારો માનવામાં આવી રહ્યું છે.
નવા નિયમથી મુસાફરીનો સમય ઓછો થશે અને ટોલ પ્લાઝા પર ભીડ ઓછી થશે. આનાથી વધુ મુસાફરોને FASTagનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે, કારણ કે તે સૌથી સસ્તો વિકલ્પ છે. ૧૫ નવેમ્બરથી, UPI ચુકવણીઓ ર્જ્ખ્લ્વ્ી વગરના વાહનચાલકો માટે એક આકર્ષક વિકલ્પ બનશે, કારણ કે તે રોકડ ચુકવણી કરતા સસ્તી છે અને ડિજિટલ ચુકવણીઓને પ્રોત્સાહન આપશે.(૩૮.૯)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
