<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th October 2025

વરસાદને કારણે પુલ તૂટી જવાથી ગ્રામજનોએ રિક્ષા ખભા પર ઊંચકીને નદી પાર કરવી પડે છે

ગામને મુખ્‍ય માર્ગ સાથે જોડતો એકમાત્ર પુલ વરસાદમાં વહી ગયો હોવાથી ગામ સંપર્કવિહોણું થઈ ગયું છે

 

ઉધમપુર  તા.૬: જમ્‍મુ-કાશ્‍મીરના ઉધમપુર જિલ્‍લાના બંત ગામમાં વરસાદને કારણે ગામને બીજાં ગામો સાથે જોડતો મુખ્‍ય પુલ તૂટી ગયો છે. ગામને મુખ્‍ય માર્ગ સાથે જોડતો એકમાત્ર પુલ વરસાદમાં વહી ગયો હોવાથી ગામ સંપર્કવિહોણું થઈ ગયું છે. હાલત એટલી ખરાબ છે કે લોકો રિક્ષાને ખભા પર ઊંચકીને નદી પાર કરી રહ્યા છે.

૧૦ વર્ષ પહેલાં બંટ ગામને જોડતો પુલ નદી પર બનાવવામાં આવ્‍યો હતો, પરંતુ આ વર્ષે થયેલા વરસાદમાં એ વહી ગયો છે. ગામ સુધી સીધું વાહન પહોંચી શકતું ન હોવાથી ૪ કલાક ચાલીને આવવું-જવું પડે છે. એને કારણે ગામથી બહાર જવું હોય ત્‍યારે દરેક કામ માટે લોકો નદી ચાલીને પાર કરી લે છે. સ્‍થાનિકોનું કહેવું છે કે અમે અહીંના વિધાનસભ્‍યને પણ વાત કરી, પરંતુ કોઈ સુધી અમારો અવાજ પહોંચતો નથી. રિક્ષા નદીમાં ઊંચકીને જતો વિડિયો વાઇરલ થયા પછી ગ્રામજનોએ રાજ્‍ય અને કેન્‍દ્ર સરકારને જલદીથી સ્‍થાયી પુલનું નિર્માણ કરવાની માગણી કરી છે.

(9:49 AM IST)