તા. ૨૮ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા વદ – ૨ સોમવાર
નણંદ-ભોજાઈના ઝઘડામાં પતિ વચ્ચે પડ્યો, ગુસ્સામાં પત્નીએ દાંત વડે પ્રાઈવેટ પાર્ટ કાપી નાખ્યો

રાયગઢ તા.૬: છત્તીસગઢના રાયગઢ જિલ્લામાંથી એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. અહીં એક મહિલાએ પોતાના પતિનો પ્રાઈવેટ પાર્ટ દાંતથી કાપી નાખ્યો. પરિવારે તેની ગંભીર હાલત જોઈ હોસ્પિટલમાં લઈ ગયા. જે બાદ ડોક્ટર્સે તેની સારવાર શરૂ કરી. પતિના પ્રાઈવેટ પાર્ટમાં ૮ ટાંકા આવ્યા. જાણકારી અનુસાર, ઘરેલુ વિવાદ બાદ પત્નીએ આવું કર્યું છે. પતિએ આ મામલાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં કરી છે.
આ ઘટના લૈલૂંગા વિસ્તારની છે. પતિ અને પત્ની અહીંના બનેકેલાના રહેવાસી હતા. તે કડિયાકામ કરે છે. દંપતીને ત્રણ બાળકો છે. શુક્રવાર બપોરે પત્નીને પોતાની નણંદ સાથે કોઈ વાતને લઈને ઝઘડો થઈ ગયો. ત્યાર બાદ સાંજના સમયે આ વાતને લઈને પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો. વિવાદ મારપીટ સુધી પહોંચી ગયો. આ દરમિયાન દારૂના નશામાં મહિલાનો પતિ ઘરે પહોંચ્યો. જે બાદ પત્નીએ તેના પ્રાઈવેટ પાર્ટને કાપી નાખ્યો.
પ્રાપ્ત જાણકારી અનુસાર, જ્યારે પતિ ઘરે પહોંચ્યો તો ઝઘડો થઈ રહ્યો હતો. નણંદ અને ભોજાઈ વચ્ચે વિવાદ મારપીટ સુધી પહોંચી ગયો હતો. આ દરમિયાન પતિ વચ્ચે પડ્યો, જે બાદ પત્નીએ ગુસ્સામાં આવીને પતિ સાથે મારપીટ કરી. ત્યાર બાદ બંને વચ્ચે રૂમમાં જઈને પણ ઝઘડો થયો. પહેલા પતિએ ગાળો આપતા મારપીટ કરી, જે બાદ પત્ની પણ ગાળો બોલવા લાગી. આ દરમિયાન તેણે ગુસ્સામાં આવીને પતિનો પ્રાઈવેટ પાર્ટ કાપી નાખ્યો.
પત્નીએ જેવો પતિનો પ્રાઈવેટ પાર્ટ કાપી નાખ્યો, તે જોરથી ચીસો પાડવા લાગ્યો. થોડી વારમાં દુખાવો વધી જતાં રહેવાયું નહીં, જે બાદ પરિવારના લોકોએ જોયું તો લોહી નીકળી રહ્યું હતું. આ ઘટના બાદ પરિવારના લોકો તેને લઈને હોસ્પિટલે પહોંચી ગયા. જ્યાં તેની સારવાર થઈ અને પ્રાઈવેટ પાર્ટમાં ૮ ટાંકા આવ્યા હતા.
પીડિત પતિએ રવિવારે પોલીસ ચોકીએ જઈ પત્ની વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જે બાદ પોલીસે પત્નીની ધરપકડ કરી હતી. હાલ આ કેસમાં તપાસ ચાલી રહી છે.(૩૮.૬)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
