હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
૧૫ પત્નીઓ, ૩૦ બાળકો અને ૧૦૦ નોકરો... પ્રાઈવેટ પ્લેનથી અબુધાબી આવ્યા રાજા
એક પુરુષનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જૂનો હોવા છતાં, તે લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે

આબુ ધાબી,તા.૦૬: અબુ ધાબી એરપોર્ટનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં એક આફ્રિકન-અમેરિકન પુરુષ મહિલાઓના એક જૂથ સાથે છે, આ તમામ મહિલાઓ ખાનગી જેટમાંથી ઉતરતી જોવા મળે છે. વીડિયોનું બીજું એક મજેદાર વસ્તુ એ છે કે દરેક વ્યક્તિ આ અર્ધ નગ્ન પુરુષને નમન કરીને સલામી કરતા જોવા મળે છે. લોકો વિચારવા લાગ્યા છે કે આ માણસ કોણ છે? આટલા મોંઘા વિમાનમાં તે અર્ધ નગ્ન કેમ મુસાફરી કરી રહ્યો છે? તેની સાથે આટલી બધી ષીઓ અને બાળકો કોણ છે? હેરાન થવાની જરૂર નથી. આ કોઈ સામાન્ય માણસ નથી, પરંતુ આફ્રિકાના છેલ્લા સંપૂર્ણ રાજાશાહીનો રાજા છે. આ માણસ એસ્વાટિની (અગાઉ સ્વાઝીલેન્ડ) ના રાજા મસ્વાતી ત્રીજા છે.
અબુ ધાબી એરપોર્ટ (યુએઈ) પર મસ્વાતી ત્રીજાએ એવો શાહી દેખાવ કર્યો કે આખી દુનિયા જોતી રહી ગઈ. ૧૦ જુલાઈ, ૨૦૨૫ના રોજ રાજા મસ્વાતી તેમના પ્રાઈવેટ જેટમાં સંયુક્ત આરબ અમીરાત આવ્યા હતા. તેમની સાથે ૧૫ પત્નીઓ, ૩૦ બાળકો અને લગભગ ૧૦૦ નોકરો હતા. આટલો મોટો કાફલો જોયા પછી એરપોર્ટ પર ગભરાટનો માહોલ સર્જાયો હતો, જેના કારણે સુરક્ષા કર્મચારીઓને ત્રણ ટર્મિનલ બંધ કરવા પડ્યા હતા. એરપોર્ટ પર તાત્કાલિક લોકડાઉન જેવો માહોલ જોવા મળ્યો હતો.
આર્થિક કરારો કરવા માટે આવ્ય
રાજા મસ્વાતી ત્રીજા આર્થિક કરારો પર વાટાઘાટો કરવા માટે યુએઈની મુલાકાતે આવ્યા હતા. જોકે તેમનું શાહી જીવન હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. વીડિયોમાં રાજા પરંપરાગત ચિત્તા છાપેલા ઝભ્ભામાં સજ્જ દેખાય છે, જ્યારે તેમની ૩૦ પત્નીઓ રંગબેરંગી આફ્રિકન પોશાકમાં ચમકી રહી છે. ૧૦૦ નોકરોની ટુકડી રાજા અને રાણીના સામાનને સંભાળતી જોવા મળી હતી. રાજાની શાહી લાઈફસ્ટાઈલથી આખી દુનિયા આヘર્યચકિત છે.
સ્વાઝીલેન્ડ જે હવે એસ્વાટિની તરીકે ઓળખાય છે, તે એક આફ્રિકન દેશ છે. રાજા મસ્વાતી ત્રીજાને ૩૦ પત્નીઓ છે. આヘર્યજનક વાત તો એ છે કે તેમના પિતાને ૭૦ થી વધુ પત્નીઓ હતી, જે કુલ આશરે ૧૨૫ હતી. તેમને ૨૧૦ થી વધુ બાળકો અને લગભગ ૧,૦૦૦ પૌત્ર-પૌત્રીઓ છે.
રાજા મસ્વાતી ૧૯૮૬ થી રાજા છે. તેઓ વિશ્વના સૌથી ધનિક રાજાઓમાંના એક છે. તેમની સંપત્તિ ૧ અબજ ડોલરથી વધુ હોવાનું કહેવાય છે. તેમની ૧૫ પત્નીઓ અને ૩૫ થી વધુ બાળકો છે. તેઓ દર વર્ષે રીડ ડાન્સ સમારોહ દરમિયાન નવી દુલ્હન પસંદ કરે છે. પરંતુ તેમની સમૃદ્ધિ તેમના દેશની ગરીબી પર સવાલો ઉભા કરે છે. એસ્વાટિનીની ૬૦% વસ્તી ગરીબી રેખા નીચે જીવે છે અને રાજાના વૈભવી ખર્ચનો સ્થાનિક વિરોધ વધી રહ્યો છે. જો કે વીડિયો વાયરલ થયા પછી સોશિયલ મીડિયામાં મીમ્સનો એવો મારો ચાલુ થઈ ગયો છે. લોકો કહી રહ્યા છે કે, રાજાનો કાફલો આખા ગામ જેવો દેખાય છે!









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
