News of Monday, 6th October 2025
તિબેટમાં માઉન્ટ એવરેસ્ટ પર ભારે હિમવર્ષાઃ લગભગ ૧,૦૦૦ પર્વતારોહકો ફસાયા, બચાવ કામગીરી ચાલુ
નેપાળમાં ભારે વરસાદથી ૫૨ લોકો માર્યા ગયા હતા અને ચીનમાં વાવાઝોડા માત્મોને કારણે લાખો લોકોનું સ્થળાંતર

કાઠમંડુ,તા.૬: માઉન્ટ એવરેસ્ટ તિબેટમાં માઉન્ટ એવરેસ્ટના ઢોળાવ પર બરફના તોફાનને કારણે લગભગ ૧,૦૦૦ પર્વતારોહકો ફસાયા છે. નેપાળમાં ભારે વરસાદથી ૫૨ લોકો માર્યા ગયા હતા અને ચીનમાં વાવાઝોડા માત્મોને કારણે લાખો લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું.
તિબેટમાં માઉન્ટ એવરેસ્ટના દૂરના પૂર્વીય વિસ્તારમાં બરફના તોફાનને કારણે ૧,૦૦૦ થી વધુ પર્વતારોહકો ફસાયા છે. કેમ્પમાં ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે બચાવ કામગીરી ચાલી રહી છે. આ વિસ્તાર ૪,૯૦૦ મીટરની ઊંચાઈ પર છે. બરફ સાફ કરવા માટે સ્થાનિક લોકો સાથે વિવિધ બચાવ ટીમો તૈનાત કરવામાં આવી છે. કેટલાક લોકોને બચાવી લેવામાં આવ્યા છે.
અહેવાલો અનુસાર, શુક્રવારે સાંજે ભારે હિમવર્ષા શરૂ થઈ હતી અને તિબેટમાં માઉન્ટ એવરેસ્ટના પૂર્વીય ઢોળાવ પર તે વધુ તીવ્ર બની છે, જે પર્વતારોહકો અને ટ્રેકર્સ માટે લોકપ્રિય વિસ્તાર છે. માઉન્ટ એવરેસ્ટ વિશ્વનું સૌથી ઊંચું શિખર છે. તેની ઊંચાઈ ૮,૮૪૯ મીટરથી વધુ છે. ચીનમાં, તેને માઉન્ટ ક્મોલાંગમા તરીકે ઓળખવામાં આવે છે.
એવરેસ્ટના પડોશી દેશ નેપાળમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલન અને અચાનક પૂર આવ્યું, જેમાં અત્યાર સુધીમાં ૫૨ લોકો માર્યા ગયા. સ્થાનિક અધિકારીઓ અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરીમાં રોકાયેલા છે.
દરમિયાન, ૨૦૨૫ના પેસિફિક ક્ષેત્રમાં ૨૧મું નામનું વાવાઝોડું માત્મો, રવિવારે દક્ષિણ ચીનના ગુઆંગડોંગ પ્રાંતના ઝાંઝિયાંગ શહેરમાં લેન્ડફોલ થયું. સ્થાનિક સરકારોએ ૩૪૭,૦૦૦ લોકોને સ્થળાંતર કરાવ્યા. માત્મોની મહત્તમ ગતિ ૧૫૧ કિલોમીટર પ્રતિ કલાક નોંધાઈ હતી.
ચીનમાં માઉન્ટ કોમોલાંગમા તરીકે ઓળખાતું માઉન્ટ એવરેસ્ટ, વિશ્વનું સૌથી ઊંચું શિખર છે, જેની ઊંચાઈ ૮,૮૪૯ મીટરથી વધુ છે. દર વર્ષે ઘણા પર્વતારોહકો અહીં ચઢવા માટે આવે છે, પરંતુ ભારે હવામાન અને કુદરતી આફતોને કારણે આ વિસ્તાર હંમેશા જોખમી રહે છે.
(11:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
