હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 4:33 PM

નવી દિલ્હી, તા.૬: ગુજરાત પરથી શક્તિ વાવાઝોડાનું સંકટ ટળ્યું છે. જેમાં દ્વારકાથી ૯૫૦ કિમી અને નલિયાથી ૯૬૦ કિલોમીટર દૂર છે. ૧૦ કિમીની ઝડપે દક્ષિણ-પશ્ચિમ દિશામાં આગળ વધ્યું હતું. વાવાઝોડુ નબળું પડી પヘમ-મધ્ય તરફ આગળ વધશે. જે બાદ ઉત્તર-પヘમ અરબી સમુદ્ધ તરફ પૂર્વ દિશામાં આગળ વધશે. તથા આવતીકાલે બપોર સુધીમાં વાવાઝોડુ શક્તિ નબળુ પડશે. વાવાઝોડુ નબળુ પડી ડિપ્રેશનમાં ફેરવાઇ જવાની શકયતા છે.
ભારતના દરિયા કિનારા પર શક્તિ વાવાઝોડાની અસર ઓછી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, હાલમાં નલિયા અને દ્વારકાથી લગભગ ૯૫૦ કિલોમીટર દૂર રહેલું આ વાવાઝોડું આવતીકાલ સવારથી જ નબળું પડવાની શરૂઆત કરશે અને આગામી ૨૪ કલાકમાં વધુ ક્ષીણ થશે. આ વાવાઝોડું ૭ ઓક્ટોબરે ડિપ્રેશન માં ફેરવાઈ જશે, જેના કારણે ગુજરાત રાજ્ય પર તેનો નહિવત્ પ્રભાવ જોવા મળશે. જોકે, તેની અસરના ભાગરૂપે ૮ ઓક્ટોબરના રોજ દ્વારકા, જામનગર, પોરબંદર, સુરત, નવસારી અને વલસાડ સહિતના દરિયાકાંઠાના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે. (રર.૮)
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 4:33 PM