<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th October 2025

જીવનના ઉથલ-પાથલથી શાંત રહેવાની શકિતશાળી ધ્‍યાન વિધીઓ

વિજ્ઞાન ભૈરવ તંત્ર- ૧૧૨ ધ્‍યાનની વિધીઓ

આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે

૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૩૯ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર. 

  સ્‍થળઃ

ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ

મો.૯૪ર૭ર પ૪ર૭૬

વિધિ-૧૦૬:‘‘દરેક મનુષ્‍યની ચેતનાને  પોતાની ચેતના જાણો.આમ જ આત્‍મચિંતાને  છોડીને દરેક પ્રાણી થઇ જાઓ''

કોઇ વૃક્ષ પાસે બેસો અને મહેસુસ કરો કે તમે વૃક્ષ બની ગયા છો. હવે જયારે હવા ચાલે છે અને આખું વૃક્ષ ડોલવા લાગે છે. તો એ કંપની પોતાના ભીતર અનુભવો. જયારે સુરજ ઉગે છે અને આખું વૃક્ષ જીવંત થઇ જાય છે તો એ જીવંતતાને પોતાના ભીતર મહેસુસ કરો. જયારે વરસાદ પડે છે અને આખું વૃક્ષ સંતુષ્‍ટ અને તૃપ્‍ત થઇ જાય છે. એક લાંબી તરસ, એક લાંબી પ્રતીક્ષા પુરી થઇ જાય છે અને વૃક્ષ સંતોષ પામે છે તો એમ વૃક્ષ સાથે તૃપ્‍ત અને સંતુષ્‍ટ અનુભવ કરો. ત્‍યારે તમે વૃક્ષની સુક્ષ્મ ભાવ-ભંગિમાંઓ  પ્રત્‍યે સજાગ થઇ જશો.

દરરોજ ઓછામાં ઓછા એક કલાક માટે કોઇપણ વસ્‍તું સાથે સમાનભૂતિમાં જતા રહો. શરૂમાં તો તમને લાગશે કે તમે પાગલ થઇ રહ્યા છો. તેમ વિચારશો કે હું આ કેવી મુર્ખામી કરી રહ્યો છું? તમે ચારે બાજુ જોશો અને મહેસુસ કરશો કે  જો કોઇ જોઇ જશે કે કોઇને ખબર પડી જશે તો એ વિચારશે કે તમે પાગલ થઇ ગયા છો. પરંતુ ફકત શરૂઆતમાં જ એવું થશે. જો તમે એકવાર સમાનાભૂતિના એ જગતમાં પ્રવેશ કરી જાઓ તો આખો સંસાર તમને પાગલ નજર ે પડશે. તેઓ નકામાં જ આટલું બધું ચુકી રહ્યા છે. જીવન આટલું વધારાનું આપે છે અને તે એને ગુમાવી રહ્યા છે. તેઓ એટલા માટે ચુકી રહ્યા છે કારણ કે તેઓ બંધ છે. જેઓ જીવનને પોતાના ભીતર પ્રવેશ કરવા દેતા નથી અને જીવનમાં ફકત ત્‍યાર પ્રવેશ કરી શકે જયારે કોઇ જુદા જુદા માર્ગોથી જુદા જુદા આયામોથી તમે જીવનમાં પ્રવેશ કરો. ઓછામાં ઓછો એક કલાક દરરોજ સમાનાભૂતિ સાધો.

મનની પ્રાર્થનાપૂર્ણ દશા માટે દરરોજ એક કલાક ફાળવો અને પોતાની પ્રાર્થનાને શાબ્‍દિક ના બનાવો પણ એમાં ભાવ ભરો. ખાપડીથી બોલવાને બદલે અનુભવ કરો. જાઓ અને વૃક્ષને અડકો, એને ગળે લગાવો, ચુમો પોતાની આંખો બંધ કરો અને વૃક્ષ સાથે એવા થઇ જાઓ જેમ તમે પોતાની પ્રેમિકાની સાથે હોવા એને મહેસુસ કરો અને જલ્‍દી જ તમને એક ગહન બોધ થશે કે પોતે પોતાને છોડીને બીજા બની જવાનો શું અર્થ છે. (૩.૩)

- રજનીશના પ્રણામ

(11:53 AM IST)