<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th October 2025

ચાંદી ૧,પ૩,૦૦૦ અને સોનું ૧,ર૩,૦૦૦ રૂા.ની નવી ટોચે

બુલીયન માર્કેટમાં તેજીનો તરખાટ યથાવત : બંને કિંમતી ધાતુઓના ભાવો નવી ઐતિહાસિક સપાટીએ : આજે ચાંદીમાં વધુ ર૪૦૦ રૂપીયા અને સોનામાં ૧૦૦૦ રૂપીયાનો ઉછાળો

 

રાજકોટ, તા., ૬: બુલીયન માર્કેટમાં સોના-ચાંદીમાં તેજીનો દોર યથાવત રહેતા બંને કિંમતી  ધાતુઓના ભાવમાં રોજબરોજ નવી ભાવસપાટી જોવા મળી રહી છે. આજે ચાંદીમાં વધુ ર૪૦૦ રૂપીયા અને સોનામાં ૧૦૦૦ રૂપીયાનો ઉછાળો થયો હતો.

નવા સપ્તાહના પ્રારંભે બુલીયન માર્કેટમાં સેન્‍ટમાં તેજીને પગલે સ્‍થાનીક બજારમાં ચાંદીમાં વધુ ૨૪૦૦ રૂપીયાનો ભાવવધારો થયો હતો. શનિવારે ચાંદી ચોરસા (૧ કિલો)નો ભાવ ૧,પ૧,૦૦૦ રૂા. હતા તે વધીને આજે ૧,પ૩,૪૦૦ રૂા.ની નવી ઐતિહાસિક સપાટી બનાવી હતી.સોનામાં પણ વધુ ૧૦૦૦ રૂપીયાનો ઉછાળો થયો હતો. બુલીયન માર્કેટમાં ડોલરમાં તેજીને પગલે સ્‍થાનીક બજારમાં સોનામાં ૧૦૦૦ રૂપીયા વધ્‍યા હતા. શનિવારે સોનુ સ્‍ટાન્‍ડર્ડ (૧૦ ગ્રામ)ના ભાવ ૧,ર૨,૦૦૦ રૂા. હતા તે વધીને આજે ૧,ર૩,૦૦૦ રૂા.ની નવી ટોચની સપાટી બનાવી હતી. સોનાના બિસ્‍કીટમાં ૧૦૦૦૦ રૂપીયા વધ્‍યા હતા. સોનાના બિસ્‍કીટ (૧૦૦ ગ્રામ)ના ભાવ ૧ર,ર૦,૦૦૦ રૂા. હતા તે વધીને  ૧ર,૩૦,૦૦૦ રૂપીયાની સપાટીએ ભાવ પહોંચ્‍યા હતા. અમેરીકામાં શટડાઉનના પગલે સોના-ચાંદીના ભાવમાં વધારો થયાનું અને આગામી દિવસોમાં હજુ પણ નવી ભાવ સપાટી જોવા મળે તેવી વકી છે તેમ ઝવેરીબજારના સુત્રોએ જણાવ્‍યું હતું. (૪.૧૧)

(2:49 PM IST)