તા. ૧૪ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર વદ – ૧૦ રવિવાર
મહિલા વર્લ્ડ કપ: IND vs PAK: હારની નિરાશા ભારે પડી: ભારત સામેની મેચમાં આક્રમક વર્તન બદલ પાકિસ્તાનની સિદ્રા અમીન પર ICCની કાર્યવાહી, અપાયો 'ડિમેરિટ પોઈન્ટ'!
ICCએ સ્પષ્ટતા કરી છે કે આ લેવલ ૧નો ગુનો હતો. ૨૪ મહિનાના સમયગાળામાં સિદ્રાનો આ પહેલો ગુનો હોવાથી, તેને ફક્ત ઠપકો આપીને છોડી દેવામાં આવી છે

કોલંબોમાં ભારત અને પાકિસ્તાન મહિલા ટીમો વચ્ચે રમાયેલી વર્લ્ડ કપ મેચમાં ભારતીય મહિલા ટીમે ૮૮ રનથી મોટી જીત નોંધાવી, પરંતુ આ મેચ દરમિયાન મેદાન પરના આક્રમક વર્તન બદલ પાકિસ્તાની બેટ્સમેન સિદ્રા અમીન પર ICC દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.
સિદ્રા અમીન પર ICCની કાર્યવાહી
ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ સિદ્રા અમીનને ક્રિકેટરો માટે ICC આચારસંહિતાની કલમ ૨.૨નું ઉલ્લંઘન કરવા બદલ દોષિત ઠેરવી છે.
ગુનો: આ ઉલ્લંઘન 'આંતરરાષ્ટ્રીય મેચ દરમિયાન ક્રિકેટ સાધનો અથવા કપડાં, ગ્રાઉન્ડ સાધનો અથવા ફિક્સર અને ફિટિંગના દુરુપયોગ' સાથે સંબંધિત છે.
સજા: સિદ્રાને સત્તાવાર ઠપકો (Official Reprimand) આપવામાં આવ્યો છે અને તેના શિસ્ત રેકોર્ડમાં એક ડિમેરિટ પોઈન્ટ ઉમેરવામાં આવ્યો છે.
સ્વીકૃતિ: સિદ્રા અમીને પોતાનો ગુનો અને મેચ રેફરી શાન્ડ્રે ફ્રિટ્ઝ દ્વારા પ્રસ્તાવિત દંડ સ્વીકારી લીધો છે, તેથી કોઈ ઔપચારિક સુનાવણીની જરૂર પડી નથી.
મેદાન પર શું થયું હતું?
આ ઘટના પાકિસ્તાનની ઇનિંગ્સના ૪૦મી ઓવરમાં બની હતી.
ભારતીય બોલર સ્નેહ રાણાએ સિદ્રા અમીનને આઉટ કરી હતી. આઉટ થયા બાદ પેવેલિયન તરફ પાછા ફરતી વખતે નિરાશામાં સિદ્રાએ પોતાના બેટથી પીચ પર પ્રહાર કર્યો હતો, જે આચારસંહિતાનું ઉલ્લંઘન ગણાયું.
ICCએ સ્પષ્ટતા કરી છે કે આ લેવલ ૧નો ગુનો હતો. ૨૪ મહિનાના સમયગાળામાં સિદ્રાનો આ પહેલો ગુનો હોવાથી, તેને ફક્ત ઠપકો આપીને છોડી દેવામાં આવી છે. લેવલ ૧ના ગુના માટે મહત્તમ દંડ મેચ ફીના ૫૦% અને એક કે બે ડિમેરિટ પોઈન્ટ હોઈ શકે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
