હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
એલોન મસ્કે ફરી વિશ્વમાં હલચલ મચાવી :Grokમાં પ્રોમ્પ્ટ ઈન્સ્ટોલ કરતા AI બનાવી આપશે વીડિયો
ગ્રોકનું નવું અપડેટ OpenAIના Sora 2 માટે સૌથી મોટો પડકાર ઉભો કરશે

AIના સ્થાપક એલોન મસ્કે તેમના ગ્રોક ઇમેજિન પ્લેટફોર્મ માટે એક મુખ્ય અપડેટ બહાર પાડ્યું છે. આ નવું વર્ઝન 0.9 ઝડપી, સ્માર્ટ અને વધુ રિયલ AI વિડિયો માટે પરવાનગી આપે છે. આ અપડેટ OpenAIના સોરા 2ના લોન્ચ થયાના થોડા દિવસો પછી જ આવ્યું છે.
વધુમાં જેમિનીના રિયલસ્ટીક ફોટો વિશે તાજેતરની ચર્ચાએ મસ્કના રિયલસ્ટીક વિડિયો માટેના પ્લેટફોર્મમાં લોકો જાણવા માગે છે. મસ્કનો દાવો છે કે તેમનું પ્લેટફોર્મ 15 સેકન્ડથી ઓછા સમયમાં વિડિયો બનાવી શકે છે.
મસ્કે X પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે ગ્રોક ઈમેજીનના નવા અપડેટથી તરત જ ટેક્સ્ટ,ઈમેજીસ અને વિડીયો બનાવી શકાય છે. તેમણે જણાવ્યું હતું કે સૌથી ઝડપી ટેક્સ્ટ જનરેશન ગ્રોક 4 ફાસ્ટ છે. સૌથી ઝડપી વિડીયો જનરેશન ગ્રોક ઈમેજીન વિડીયો છે, જે 15 સેકન્ડથી ઓછો સમય લે છે.
મસ્કે યુઝર્સને ગ્રોકના વોઈસ-ફર્સ્ટ ઈન્ટરફેસને અજમાવવા માટે પ્રોત્સાહિત કર્યા છે. આ ફિચર યુઝર્સને સેટિંગ્સમાં 'ઓપન એપ ઇન વોઈસ મોડ'પસંદ કરીને ટાઈપ કર્યા વગર સીધા બોલીને એપનો ઉપયોગ કરવાની મંજૂરી આપે છે.
આ ફીચર એપને ઝડપી અને યુઝર-ફ્રેન્ડલી બનાવે છે. AIની દુનિયા દરરોજ બદલાઈ રહી છે. Grok અને ChatGPT જેવી એપ્સ નવી સંવેદનાઓ બની ગઈ છે. AI માં વિશ્વભરમાં થઈ રહેલા પરિવર્તનનો ભાગ બનો.
ગ્રોકનું નવું અપડેટ OpenAIના Sora 2 માટે સૌથી મોટો પડકાર ઉભો કરશે. તેનું કારણ એ છે કે Grok Imagine દ્વારા બનાવેલા વિડીયો ખૂબ જ વાસ્તવિક લાગે છે, જેમાં પ્રતિબિંબ દૃશ્યમાન છે અને સારી વિગતો છે. તેથી OpenAI એ હવે Grok કરતા પોતાને શ્રેષ્ઠ સાબિત કરવું પડશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
