હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
દાર્જિલિંગમાં છેલ્લા 12 કલાકમાં 12 ઇંચ જેટલો વરસાદ ખાબકતા હાહાકાર . ઠેર-ઠેર ભૂસ્ખલન:હજુ રેડ એલર્ટ
ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં ભૂસ્ખલન: ઘણા મકાનોને નુકસાન:કેટલાક લોકો લાપતા :રસ્તાઓ પર કાટમાળ અને પાણી ફરી વળતા વાહનવ્યવહાર ઠપ

પશ્ચિમ બંગાળના હિલ સ્ટેશન દાર્જિલિંગમાં કુદરતે કહેર વર્તાવ્યો છે. છેલ્લા 12 કલાકમાં લગભગ 12 ઇંચ જેટલો ભારે વરસાદ ખાબકતા સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો છે. ઠેર-ઠેર ભૂસ્ખલનની ઘટનાઓ બની છે, જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. હવામાન વિભાગે આજે પણ રેડ એલર્ટ જાહેર કર્યું છે, ત્યારે બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.
દાર્જિલિંગમાં આકાશી આફત અને જમીની કહેર એક સાથે જોવા મળી રહ્યો છે. માત્ર 12 કલાકમાં 12 ઇંચ વરસાદે પહાડોને ધમરોળી નાખ્યા છે. ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં ભૂસ્ખલન થયું છે, જેમાં ઘણા મકાનોને નુકસાન થયું છે અને કેટલાક લોકો લાપતા થયા હોવાના અહેવાલ છે. રસ્તાઓ પર કાટમાળ અને પાણી ફરી વળતા વાહનવ્યવહાર ઠપ થઈ ગયો છે. પહાડી વિસ્તારોમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા માટે તાકીદ કરવામાં આવી છે, કારણ કે હવામાન વિભાગે સોમવારે પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કર્યું છે.
એક તરફ દાર્જિલિંગ વરસાદ અને ભૂસ્ખલનનો સામનો કરી રહ્યું છે, તો બીજી તરફ પડોશી દેશ ભૂતાન દ્વારા ડેમમાંથી પાણી છોડવામાં આવતા પશ્ચિમ બંગાળના નીચાણવાળા વિસ્તારોમાં પૂરનો ખતરો મંડરાઈ રહ્યો છે. ખાસ કરીને કૂચબિહાર અને માલદા જિલ્લામાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. નદીઓના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે, જેના કારણે કાંઠા વિસ્તારોમાં રહેતા લોકોમાં ભયનો માહોલ છે. તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા અને જરૂર પડ્યે સુરક્ષિત આશ્રયસ્થાનોમાં જતા રહેવા માટે સૂચના આપવામાં આવી છે. આગામી 24 કલાક બંગાળ માટે અત્યંત ભારે સાબિત થઈ શકે છે.
આ કુદરતી આફત વચ્ચે NDRF, SDRF અને સેનાની ટીમો દેવદૂત બનીને પહોંચી છે. ભૂસ્ખલનમાં ફસાયેલા અને ગુમ થયેલા લોકોને શોધવા માટે મોટાપાયે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. પ્રતિકૂળ સંજોગો અને સતત વરસાદ વચ્ચે પણ જવાનો લોકોના જીવ બચાવવા માટે અથાગ પ્રયત્નો કરી રહ્યા છે. અત્યાર સુધીમાં અનેક લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. આ ઉપરાંત રેલવે વિભાગે પણ સુરક્ષાના કારણોસર આ વિસ્તારમાંથી પસાર થતી અનેક ટ્રેનોને રદ કરી દીધી છે અથવા તેમના રૂટમાં ફેરફાર કર્યો છે, જેથી મુસાફરોને કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે.
દાર્જિલિંગમાં કુદરતનો આ પ્રકોપ ક્યારે શાંત થશે તે કહેવું મુશ્કેલ છે. હાલ તો ચારેબાજુ તારાજીના દ્રશ્યો છે અને લોકો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી સતત ચાલુ છે, પરંતુ આગામી 24 કલાક નિર્ણાયક સાબિત થશે. હવામાન વિભાગની ચેતવ









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
