<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th October 2025

મને દેવી શક્‍તિએ કહ્યું કે ચીફ જસ્‍ટિસ ગવઈને જૂતું માર

વકીલ રાકેશ કિશોરનો ચાંકાવનારો દાવો વકીલ રાકેશ કિશોરને તાત્‍કાલિક અસરથી સસ્‍પેન્‍ડ કરી દીધા

નવી દિલ્‍હી તા.૭: ગત રોજ સુપ્રીમ કોર્ટ ચીફ જસ્‍ટિસ બીઆર ગવઈ પર જૂતું ફેંકીને વિવાદમાં આવનાર વકીલ રાકેશ કિશોરે એક હેરાનીભર્યો દાવો કર્યો છે. રાકેશ કિશોરે એવું કહ્યું કે તેણે દેવી શક્‍તિએ સુપ્રીમના ચીફ જસ્‍ટિસને જૂતું મારવાનું કહ્યું હતું

વકીલ રાકેશ કિશોરે કહ્યું, મને કોઈ દૈવી શક્‍તિએ આ કરવાનું કહ્યું હતું. જો હું જેલમાં ગયો હોત તો સારું થાત. મારો પરિવાર મારા કાર્યોથી ખુશ નથી. તેઓ સમજી શકતા નથી. રાકેશ કિશોરે કહ્યું કે તેમને તેમના કાર્યો પર કોઈ અફસોસ નથી.

બાર કાઉન્‍સિલ ઓફ ઈન્‍ડિયા (BCI) એ સોમવારે ચીફ જસ્‍ટિસ ઓફ ઈન્‍ડિયા (CJI) બી.આર. ગવઈ પર જૂતા ફેંકવાનો પ્રયાસ કરવાના આરોપી વકીલ રાકેશ કિશોરને તાત્‍કાલિક અસરથી સસ્‍પેન્‍ડ કરી દીધા છે.

સોમવારે સુપ્રીમ કોર્ટમાં એક વકીલે ચીફ જાસ્‍ટિસ બીઆર ગવઈની સામે જૂતું ફેંકીને હુમલાનો પ્રયાસ કરતાં સનસની મચી હતી. એક કેસની સુનાવણી દરમિયાન વકીલ છેક પોડિયમ પાસે જઈને પગમાંથી પગરખું કાઢીને બીઆર ગવઈ સામે ફેંકવાનો પ્રયાસ કર્યો હતો જોકે એલર્ટ સુરક્ષા કર્મીઓએ તેને સમસયર અટકાવી દીધો.

સુરક્ષા કર્મીઓ વકીલ રાકેશ કિશોરને કોર્ટની બહાર લઈ ગયા હતા. કોર્ટની બહાર જતાં વકીલ રાકેશ કિશોરે એવી બૂમો પાડી કે, અમે સનાતનનું અપમાન સહન નહીં કરીએ.

સમગ્ર ઘટના દરમિયાન સીજેઆઈ ગવઈએ શાંતિ જાળવી રાખી અને કહ્યું, અમે આનાથી પરેશાન નથી; તમારે તમારી દલીલો ચાલુ રાખવી જોઈએ. જૂતા ફેંકવાનો પ્રયાસ કરનાર વકીલની અટકાયત કરવામાં આવી છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.

ખજૂરાહોમાં ભગવાન વિષ્‍ણુની કપાયેલી મૂર્તિને પુનઃસ્‍થાપિત કરવા સંબંધિત એક અરજી પર સુનાવણી કરતાં ચીફ જાસ્‍ટિસ ગવઈએ કહ્યું કે જાઓ અને દેવતાને કંઈક કરવા માટે કહો. તમે કહો છો કે તમે ભગવાન વિષ્‍ણુના કટ્ટર ભક્‍ત છો. પછી જાઓ અને હમણાં પ્રાર્થના કરો. આ એક પુરાતત્‍વીય સ્‍થળ છે, અને ASI ને પરવાનગીઓ આપવાની જરૂર છે, વગેરે. માફ કરશો. તેમના નિવેદનથી સોશિયલ મીડિયા પર વિરોધનો માહોલ સર્જાયો હતો, ઘણા લોકોએ તેમના રાજીનામાની માંગ કરી હતી.

આ વિવાદ બાદ ગવઈએ કહ્યું હતું કે સોશિયલ મીડિયા પર તેમની ટિપ્‍પણીઓને ખોટી રીતે રજૂ કરવામાં આવી રહી છે. કોઈએ મને કહ્યું કે મારી ટિપ્‍પણીઓ સોશિયલ મીડિયા પર ચોક્કસ રીતે રજૂ કરવામાં આવી રહી છે... હું બધા ધર્મોનું સન્‍માન કરું છું.(૩૮.૫)

 

(9:46 AM IST)