News of Tuesday, 7th October 2025
બિહાર ચૂંટણી પહેલા લાલુ યાદવ ન આરજેડીને ઝટકો: મધુબનીના પ્રભારી અનિસુર રહેમાને રાજીનામું આપ્યું

પટના: બિહારમાં વિધાનસભા ચૂંટણી પહેલા લાલુ પ્રસાદ યાદવની પાર્ટી રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી) ને મોટો આંચકો લાગ્યો છે. પાર્ટીના અગ્રિમ હરોળના નેતા અને મધુબનીના પ્રભારી અનિસુર રહેમાને પાર્ટીના તમામ પદો પરથી રાજીનામું આપી દીધું છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, રહેમાને ટિકિટ વહેંચણી અને પાર્ટીના આંતરિક મામલાઓને લઈને નારાજગી વ્યક્ત કરી હતી. તેમનું રાજીનામું એવા સમયે આવ્યું છે જ્યારે બિહારમાં પ્રથમ તબક્કાનું મતદાન નજીક આવી રહ્યું છે.
અનિસુર રહેમાનનું રાજીનામું મધુબની અને આસપાસના વિસ્તારોમાં પાર્ટીની રણનીતિને અસર કરી શકે છે.
તેમના રાજીનામા પાછળનું મુખ્ય કારણ હજુ સ્પષ્ટ થયું નથી, પરંતુ સ્થાનિક મીડિયા અહેવાલો મુજબ, તેઓ પાર્ટીની કાર્યશૈલીથી નાખુશ હતા.
(1:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
