<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th October 2025

૭ ઓક્‍ટોબર ૨૦૦૧થી શરૂ થઈ ગ્‍લોબલ લીડર બનવાની સફર...ગુજરાત અને ભારતના અભૂતપૂર્વ વિકાસના ૨૪ વર્ષ

વિકાસની રાજનીતિના પ્રણેતા નરેન્‍દ્રભાઈ મોદીની ૨૪ વર્ષની સ્‍વર્ણીમ સફર ૭ મી ઓક્‍ટોબર થી ૧૫ ઓક્‍ટોબર ગુજરાતમાં ઉજવાશે વિકાસ સપ્તાહઃ ગુજરાતના મુખ્‍યમંત્રીથી ભારતના વડાપ્રધાન સુધીની સફર ૨૪ વર્ષના શું સુશાસન થકી દેશના યુવાનોને નવો ઓપ આપતા નરેન્‍દ્ર ભાઈ

(જીતેન્‍દ્ર રૂપારેલિયા)વાપીઃ વડાપ્રધાન શ્રી નરેન્‍દ્ર ભાઈ મોદી આજે એટલે કે ૭મી ઓક્‍ટોબર ૨૦૨૫ ના રોજ વિકાસની રાજનીતિની સ્‍વર્ણિમ સફરના ૨૪ વર્ષ પુર્ણ કરી રહ્યા છે.

નરેન્‍દ્ર ભાઈ મોદી આમ તો સંઘનો જીવ, સંઘ નિ સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં જોડાયા અને વિવિધ જવાબદારીઓ સુપેરે પાર પાડી પરંતુ સંગઠન માંથી અચાનક આવ્‍યા સત્તા મા.... ગુજરાતની રાજકીય આલમમાં અણધાર્યો કરવો પડ્‍યો ફેરફાર, શ્રી અટલ બિહારી વાજપેયી જી એ નરેન્‍દ્રભાઇ ને ભારેલા અગ્નિ જેવા માહોલ માં ગુજરાતની સત્તા સોંપી અને નરેન્‍દ્ર ભાઈ એ ૭મી ઓક્‍ટોબર ૨૦૦૧ના રોજ ગુજરાતના ૧૪માં મુખ્‍યમંત્રી તારીખે શપથ લઈ શરૂ કરી વિકાસની રાજનીતિ.

સામા પ્રવાહમાં તરવા જેવી વિપરીત માર્ગ ને અપનાવી નરેન્‍દ્ર ભાઈ આગળ વધવા લાગ્‍યા, એક તો સંગઢનમાં થી સત્તામાં આવ્‍યા એમાં પણ પક્ષમાં જ આંતરીક વિરોધ, વિપક્ષ લડત આપવા તૈયાર , પરંતુ આતો નમો એક પછી એક પ્રશ્નોનો હલ કરતા ગયા, આંતરીક પક્ષના અસંતોષને કેમ ડામવો, વિપક્ષને કેમ ચુપ કરાવવા, પ્રજાજનોમાં હીત કાર્યો કરી કેમ છવાઇ જવું નરેન્‍દ્રભાઇ સારી રીતે જાણતા હતા.

કચ્‍છને ભૂકંપની તબાહી માંથી બેઠું કરવું, તો ગોધરાકાંડની અગ્નિ પરીક્ષા જેવા પડકારોનો સામનો કરી નરેન્‍દ્રભાઇ સતત આગળ ધપતા ગયા, એમનું વિઝન એકદમ સ્‍પષ્ટ હતું ગુજરાતને તમામ ક્ષેત્રે આગળ કેમ ધપાવવું.પછી તે કૃષિ ક્ષેત્રે હોય, માછીમાર ભાઈઓનો પ્રશ્ન હોય, રોડ રસ્‍તાની મુશ્‍કેલી હોય, વીજળી નો પ્રશ્ન હોય કે હોય વેપાર રોજગારનો પ્રશ્ન, નરેન્‍દ્રભાઇ મક્કમતા થી આગળ વધતા ગયા અને પ્રજાહિતના કાર્યો દ્વારા લોકો ના દિલોમાં જગ્‍યા બનાવી રાજ કરતા ગયા, પક્ષના અસંતોષને તો છોડો વિપક્ષના પણ સૂપડા સાફ કરતા ગયા, એકપછી એક ગુજરાત વિધાનસભાની ચૂંટણી ઓ આવતી ગઈ અને એક પછી એક જીતતા ગયા, અને સળંગ સાશનના અવનવા વિક્રમો સર્જતા ગયા, ગુજરાત માટે તેમણે જોયેલા સ્‍વપ્ન ને સાકાર કરવા પાછું વળી જોયું જ નહીં.

નરેન્‍દ્ર ભાઈના સાશનમાં ગુજરાતનો અભુતપૂર્વ વિકાસ થયો ૨૦૦૧ થી ૨૦૧૪ દરમ્‍યાન ગુજરાતમાં ૨૪ કલાક વીજળી, સારા રસ્‍તાઓનુ નેટવર્ક વાળું ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર, તો સુજલામ સુફલામ્‌ જેવી યોજનાઓથી કેનાલોનુ વિરાટ માળખું તૈયાર કરી સુકા વિસ્‍તારો સુધી જળ વિતરણ, રણોત્‍સવ અને સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી જેવા આયોગ થી પ્રવાસનનો અદભૂત વિકાસ, વાઈબ્રન્‍ટ સમિટ થકી ઔદ્યોગિક વિકાસ, કન્‍યા કેળવણી અને શાળા પ્રવેશોત્‍સવ દ્વારા પ્રાથમિક શિક્ષણનો કાયાકલ્‍પ, વનબંધુ કલ્‍યાણ યોજના દ્વારા આદિજાતિ વિકાસ, કૃષિ મહોત્‍સવ જેવી પહેલ થી ગુજરાતના કૃષિ વિકાસ દરને ડબલ  ડિજીટ કરવા જેવી અનેક સિદ્ધિઓ તેમના નેતૃત્‍વમાં સર થઈ છે.

વિરોધીએ પણ સ્‍વીકારવું પડે કે નરેન્‍દ્ર ભાઈના નેતૃત્‍વમાં ગુજરાતના અર્થતંત્રને ભારે વેગ મળ્‍યો છે, રાજ્‍યના કરોડો લોકોના જીવનમાં સુખ સમૃદ્ધિ આવ્‍યા છે, તેવો ૨૬મી મે ૨૦૧૪ના રોજ પ્રથમ વખત વડાપ્રધાન બન્‍યા અને ફરી એકવાર દેશ ના હિત માટે કામે લાગ્‍યા આશરે ૧૩ વર્ષ ગુજરાતના મુખ્‍યમંત્રી રહ્યા ત્‍યાં સુધી ગુજરાતના વિકાસ માટે દિવસને રાત મહેનત કરી પરંતુ હવે તો માત્ર ગુજરાત નહી સમગ્ર દેશની જવાબદારી હતી, તમામ રાજ્‍યને સાથે લઈને દેશને વિશ્વમાં કેમ આગળ લઈ જવો, એ ધ્‍યેય સાથે તૈયાર કર્યો રોડમેપ એકપછી અઘરા નહિ પણ અશક્‍ય સમા પ્રશ્નોનો હલ કરી અમલમાં મૂકી પ્રજાજનોના દિલમાં જગ્‍યા બનાવતા ગયા.વોટ બેંક ઉપર નહી વિકાસની રાજનીતિના પથ ઉપર આગળ ધપતા ગયા જી એસ ટી, તીન તલાક, કલમ ૩૭૦ નાબૂદી, અયોધ્‍યા રામ મંદિર વિવાદ જેવા અનેક પ્રશ્નો નો ઉકેલ લાવી વિપક્ષ ની બોલતી બંધ કરી એક પછી એક લોકસભાની ચૂંટણીઓ જીતતા ગયા, થોડા સમય પહેલા જ નરેન્‍દ્ર ભાઈએ ત્રીજી વખત વડાપ્રધાન તરીખે શપથ લઈ નવા વિક્રમો સર્જી આગળ વધ્‍યા.

નરેન્‍દ્ર ભાઈ ભલે છેલ્‍લા ૧૧ વર્ષ થી વડાપ્રધાન હોય પરંતુ તેઓ હજુ પણ ગુજરાત ની એટલીજ ચીંતા કરે છે રખે ને ગુજરાત પાછળ ના રહી જાય... કેન્‍દ્ર દ્વારા એવા અનેક નિર્ણયો લેવાયા જે ગુજરાતને પ્રગતિ ના પંથે આગળ ધપાવી શકે, બીજા રાજ્‍યો ની જેમ ગુજરાતને  બુલેટ ટ્રેનની સવલત આપી, વંદે ભારત ટ્રેનોની કનેક્‍ટિવિટી દ્વારા મુસાફરી સરળ બનાવી ધંધા રોજગારને પ્રોત્‍સાહન પૂરું પાડ્‍યું, અમદાવાદ સહીતના શહેરોમાં મેટ્રો ૮ સ્‍માર્ટ સિટી આપ્‍યા, વડોદરામાં રેલવે યુનિવર્સિટીની સ્‍થાપના કરી કરી, રાજકોટને એઈમ્‍સની સવલત અપાવી, ગિફટ સીટી, ધોલેરા સર, રિવરફ્રન્‍ટ નરેન્‍દ્ર મોદી સ્‍ટેડિયમ, સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી જેવી અનેક સુવિધાઓ ગુજરાતને અપાવી.

મુખ્‍યમંત્રી હોય કે પ્રધાનમંત્રી કોઈ રજા નહિ કોઈ વેકેશન નહીં માત્રને માત્ર પ્રજા હિતના કાર્યોને જ પ્રાથમિકતા, દેશના હિત માટે કોઈ બાંધછોડ નહિ કરીને જગત ના જમાદાર સમા અમેરિકા સામે ઝૂક્‍યા વગર મેદાનમાં ઉતર્યા આને ૫૬ની છાતી નહીં તો શું કહેવુ, ચીન સાથે કેટલી મિત્રતા કરવી, રશિયા સાથે કેટલું આગળ વધવું, પાકિસ્‍તાનને ઓપરેશન સિંદૂર દ્વારા જડબાતોડ જવાબ આપી આડકતરી રીતે વિશ્વને સંદેશ આપવો કે યે નયા ભારત હૈ

આ નરેન્‍દ્રભાઈના નેતૃત્‍વમાં જ શકાય છે અને એટલે જ કહેવાય છે મોદી હે તો મુમકિન હૈ...... આજે ૭ મી ઓક્‍ટોબર ૨૦૨૫ના રોજ રાષ્ટ્રસેવાના ૨૪ વર્ષ પુર્ણ કરી વિકાસ ની આ સફર ને આગળ ધપાવતા નરેન્‍દ્રભાઈને ખૂબ ખૂબ અભિનંદન....

(11:43 AM IST)