<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th October 2025

૧૧૧૧ શંખવાદકોએ બનાવ્‍યો ૭ પ્રકારના શંખનાદનો વર્લ્‍ડ રેકોર્ડ

આધ્‍યાત્‍મિક મહત્ત્વ વિશે જાગૃતિ ફેલાવવા માટે ૩ મંત્રો સાથે ૭ પ્રકારનો શંખનાદ કરવામાં આવ્‍યો હતો

પુણેઃ તા.૭,પુણેની એસ. પી. કોલેજમાં રવિવારે શંખનાદના આધ્‍યાત્‍મિક મહત્ત્વ વિશે જાગૃતિ ફેલાવવા માટે ૩ મંત્રો સાથે ૭ પ્રકારનો શંખનાદ કરવામાં આવ્‍યો હતો. કેશવ શંખનાદ પથક નામની સંસ્‍થાના લગભગ ૧૧૧૧ શંખવાદકોએ એકસાથે બ્રહ્મનાદ, સપ્‍તખંડ, અર્ધવલ્‍ય, પુતારી, પૂર્ણવલય, સુદર્શન અને મુક્‍તચંદનાદની ૭ માળાનું પ્રદર્શન કર્યું હતું. સૌથી વધુ લોકો દ્વારા એકસાથે શંખનાદ કરવા માટે આ કાર્યક્રમને વર્લ્‍ડ રેકોર્ડ બુક ઓફ ઇન્‍ડિયામાં સ્‍થાન મળ્‍યું હતું.  (૩પ-૮)

(2:13 PM IST)