<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th October 2025

તેજીને બ્રેક : સોનામાં ૭૦૦ અને ચાંદીમાં ૧ર૦૦ રૂ. તૂટયા

સોનાના ભાવ ઘટીને ૧,ર૩,૩૦૦ અને ચાંદીના ભાવ ૧,પર,પ૦૦ રૂ. થયા

રાજકોટ, તા., ૭ : બુલીયન માર્કેટમાં સોના-ચાંદીમાં સતત તેજીને આજે બ્રેક લાગી હતી. સોનામાં ૭૦૦ રૂ. અને ચાંદીમાં ૧ર૦૦ રૂા.નો ઘટાડો થયો હતો.

બુલીયન માર્કેટમાં ડોલરમાં મંદીને પગલે સ્‍થાનીક બજારમાં સોનામાં ૭૦૦ રૂ. તૂટયા હતા. ગઇકાલે સોનુ સ્‍ટાન્‍ડર્ડ (૧૦ ગ્રામ)ના ભાવ ૧,ર૪,૦૦૦ રૂ. હતા તે ઘટીને આજે બપોરે ૧,ર૩,૩૦૦ રૂ. થયા હતા. સોનાના બિસ્‍કીટમાં ૭,૦૦૦ રૂ.નું ગાબડુ પડયું હતું. સોનાના બિસ્‍કીટ (૧૦૦ ગ્રામ)ના ભાવ ૧ર,૪૦,૦૦૦ રૂ. હતા તે ઘટીને ૧ર,૩૩,૦૦૦ રૂ. થયા હતા.

સોનાની સાથે ચાંદીમાં પણ ૧ર૦૦ રૂ. ઘટયા હતા. બુલીયન માર્કેટમાં સેન્‍ટમાં મંદીને પગલે સ્‍થાનીક બજારમાં ચાંદીમાં ૧ર૦૦ રૂ. તુટયા હતા. ગઇકાલે ચાંદી ચોરસા (૧ કિલો)નો ભાવ ૧,પ૩,૭૦૦ રૂ. હતા તે ઘટીને આજે બપોરે ૧,પર,પ૦૦ રૂ. થયા હતા. 

(3:53 PM IST)