<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th October 2025

રાજ્યસભાના સભ્ય દેવ ગૌડાને ભારે તાવની ફરિયાદ બાદ મણિપાલ હોસ્પિટલમાં દાખલ કરાયા: તબિયત સ્ટેબલ

યુરીનરી ઇન્ફેક્શનના પગલે ભારે તાવની ફરિયાદ બાદ બેંગલુરુની મણિપાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા

બેંગલુરુ ભારતના પૂર્વ વડાપ્રધાન અને રાજ્યસભાના સભ્ય એચ.ડી. દેવગૌડાને યુરીનરી ઇન્ફેક્શનના પગલે ભારે તાવની ફરિયાદ બાદ બેંગલુરુની મણિપાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

 વરિષ્ઠ રાજકારણી એચ.ડી. દેવગૌડાને તાવના લક્ષણો જણાતાં તબીબી દેખરેખ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

 હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમની તબિયત પર વિશેષજ્ઞ ડૉક્ટરોની ટીમ દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે.

 ૯૨ વર્ષીય નેતાના ઝડપી સ્વસ્થ થવા માટે શુભચિંતકો પ્રાર્થના કરી રહ્યા છે.



 

(9:45 PM IST)