<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th October 2025

ટ્રમ્પ વહીવટીતંત્રે વેનેઝુએલા સાથેના રાજદ્વારી પ્રયાસો અચાનક થંભાવી દીધા, ડ્રગ્સની હેરાફેરી અને ડ્રગ કાર્ટેલ મુદ્દે વેનેઝુએલા વિરુદ્ધ લશ્કરી કાર્યવાહીની સંભાવના વધી: માદુરોની ધરપકડ માટે અમેરિકાએ ૫૦ મિલિયન ડોલરનું ઇનામ જાહેર કરેલ છે

યુએસએનો હેતુ માદુરોને સત્તા પરથી દૂર કરવાનો છે, કારણ કે તેમનો દાવો છે કે માદુરોની સરકાર અમેરિકા વિરુદ્ધ કાર્યરત ડ્રગ કાર્ટેલ્સને સક્રિયપણે સમર્થન આપી રહી છે

યુએસ પ્રમુખ ડોનાલ્ડ જે. ટ્રમ્પે વેનેઝુએલામાં ડ્રગ્સની હેરાફેરી અને ડ્રગ કાર્ટેલ સામે રાજદ્વારી કરાર સુધી પહોંચવાના તમામ પ્રયાસો પર રોક લગાવી દીધી છે. 

'ન્યૂ યોર્ક ટાઇમ્સ' દ્વારા ટાંકવામાં આવેલા યુએસ અધિકારીઓ અનુસાર, આ નિર્ણય નિકોલસ માદુરોની સરકાર અથવા "નાર્કો-આતંકવાદીઓ" સામે સંભવિત સૈન્ય કાર્યવાહી તરફ દોરી શકે છે.

પ્રમુખ ટ્રમ્પે તેમના વિશેષ દૂત (સ્પેશિયલ એનવોઈડ ફોર સ્પેશિયલ મિશન) રિચાર્ડ ગ્રેનેલને, જેઓ માદુરો શાસન સાથે રાજદ્વારી પ્રયાસોનું નેતૃત્વ કરી રહ્યા હતા, તેમને તમામ રાજદ્વારી આઉટરીચ અને વાટાઘાટો તાત્કાલિક બંધ કરવાનો નિર્દેશ આપ્યો હતો. 

ગ્રેનેલ અને યુએસના વિદેશ સચિવ (સેક્રેટરી ઓફ સ્ટેટ) માર્કો રુબિયો વચ્ચે તાજેતરમાં વધેલા તણાવની પૃષ્ઠભૂમિમાં આ નિર્ણય આવ્યો છે, જ્યાં રુબિયો માદુરો સામે "મહત્તમ દબાણ"ની નીતિના પક્ષકાર છે.

 રુબિયોએ વેનેઝુએલાના ૬૩ વર્ષના ૫૩ મા પ્રેસિડેન્ટ નિકોલસ માદુરો મોરોસને "ગેરકાનૂની નેતા" ગણાવ્યા છે અને તેમને ડ્રગ્સની હેરાફેરીના આરોપમાં યુએસ ન્યાય પ્રણાલીના "ભગૌડો" કહ્યા છે. માદુરોની ધરપકડ માટે અમેરિકાએ ઇનામની રકમ વધારીને ૫૦ મિલિયન ડોલર કરી છે. ૨૦૧૩ થી માદુરો સત્તા ઉપર છે. તેઓ ભૂતપૂર્વ યુનિયન લીડર પણ રહી ચૂક્યા છે. અમેરિકાના લાખ પ્રયાસ છતાં તેમને દૂર કરી શકાયેલ નથી.

યુએસ અધિકારીઓએ જણાવ્યું છે કે ટ્રમ્પ વહીવટીતંત્રે વેનેઝુએલા સાથેના સંભવિત લશ્કરી કાર્યવાહી માટે મલ્ટીપલ સૈન્ય યોજનાઓ તૈયાર કરી છે. આ યોજનાઓમાં એવી કામગીરી પણ સામેલ હોઈ શકે છે જેનો હેતુ માદુરોને સત્તા પરથી દૂર કરવાનો છે, કારણ કે યુએસનો દાવો છે કે માદુરોની સરકાર અમેરિકા વિરુદ્ધ કાર્યરત ડ્રગ કાર્ટેલ્સને સક્રિયપણે નિર્દેશિત અનેસમર્થનન આપી રહી છે.

 તાજેતરમાં, યુએસએ વેનેઝુએલા નજીક ડ્રગ્સની હેરાફેરી કરતા જહાજો પર સૈન્ય હુમલા કર્યા છે. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે તેઓ યુએસમાં માદક દ્રવ્યોના પ્રવાહને રોકવા માટે "અમેરિકન શક્તિના દરેક તત્વ"નો ઉપયોગ કરવા તૈયાર છે, જેનાથી વેનેઝુએલામાં સૈન્ય કાર્યવાહીની શક્યતા વધી ગઈ છે.

(11:52 PM IST)