<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th October 2025

સોનું સવા લાખ અને ચાંદી ૧.પ૬ લાખને પાર

આજે ૧૪૭૦ રૂા.ના ઉછાળા સાથે સોનુ ૧૦ ગ્રામનો ભાવ ૧,રપ,૯૭૦ રૂા. અને ચાંદી ૩૩૦૦ રૂા.ના ભાવવધારા સાથે ૧,પ૬,૩૦૦ ની નવી સપાટીએઃ સતત તેજીથી બંને કિંમતી ધાતુઓમાં વિક્રમજનક ભાવોની હારમાળા : ઇન્‍વેસ્‍ટરોને બખ્‍ખા અને જરૂરીયાતવાળા ખરીદનાર વર્ગને ચિંતા

 

રાજકોટ, તા., ૮ : બુલીયન માર્કેટમાં સોના-ચાંદીમાં એકધારી તેજીને પગલે રોજબરોજ નવી ટોચની સપાટીની હારમાળા જોવા મળી રહી છે. આજે સોનામાં વધુ ૧૪૭૦ રૂા.નો ઉછાળો થતા સોનાના ભાવએ સવા લાખની સપાટી પાર કરી ૧,રપ,૯૭૦ની નવી ટોચની સપાટી બનાવી છે. ચાંદીમાં  પણ તેજીના તરખાટને પગલે ૩૩૦૦ રૂા.ના ઉછાળા સાથે ૧,પ૬,૩૦૦ ની નવી ઐતિહાસિક સપાટી સર કરી છે.

બુલીયન માર્કેટમાં ડોલરમાં તેજીને પગલે સ્‍થાનીક બજારમાં સોનામાં આજે વધુ ૧૪૭૦ રૂા.નો ભાવવધારો થતા સોનુ સ્‍ટાન્‍ડર્ડ (૧૦ ગ્રામ)નો ભાવ ૧,ર૪,પ૦૦ રૂા. હતા તે વધીને આજે બપોરે ૧,રપ,૯૭૦ની નવી ટોચની સપાટી સર કરી છે. સોનાના બિસ્‍કીટમાં ૧૪,૭૦૦ રૂા.ના ઉછાળા સાથે સોનાના બિસ્‍કીટ (૧૦૦ ગ્રામ)નો ભાવ ૧ર,૪પ,૦૦૦ તે વધીને ૧ર,પ૯,૭૦૦ રૂા.ની સપાટીએ ભાવ પહોંચ્‍યા છે.

સોનાની સાથે ચાંદીમાં પણ તેજીનો તરખાટ યથાવત રહયો છે. બુલીયન માર્કેટમાં સેન્‍ટમાં તેજીને પગલે સ્‍થાનીક બજારમાં ચાંદીમાં ૩૩૦૦ રૂા. વધતા ચાંદી ચોરસા (૧ કિલો)ના ભાવ ૧,પ૪,૦૦૦ રૂા. હતા તે વધીને આજે બપોરે ૧,પ૬,૩૦૦ રૂા.  નવી ઐતિહાસ્‍કિ સપાટી બનાવી છે.

અમેરીકામાં શટડાઉન અને અમેરીકાના આર્થિક ડેટા નબળા પડતા તેમજ વિશ્વ માર્કેટમાં બેંકો દ્વારા સોના-ચાંદીના મોટાપાયે ખરીદી થતા સોના-ચાંદીના ભાવમાં સતત ભાવવધારો થઇ રહયાનું અને આગામી દિવસોમાં હજુ પણ આ બંને કિંમતી ધાતુઓના ભાવમાં નવી સપાટી જોવા મળશે તેમ ઝવેરીબજારના સુત્રોએ જણાવ્‍યું હતું.

સોના-ચાંદીના ભાવમાં એકધારી તેજીના પગલે બંને કિંમતી ધાતુઓના ભાવમાં વિક્રમજનક સપાટીની હારમાળા સર્જાતા ઇન્‍વેસ્‍ટરોને બખ્‍ખા થઇ ગયા છે. જયારે  લગ્નસરાની સીઝન પુર્વે જ જરૂરીયાતવાળા  ખરીદનાર વર્ગમાં ચિંતાની લાગણી પ્રસરી છે. (૪.૧૪)

(3:01 PM IST)