<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th October 2025

સાત મહિનામાં પાંચ વખત પ્રેમી સાથે ઘરેથી ભાગી ગયેલી ચાર બાળકોની માતાની ધરપકડ

પતિએ બાળકો સાથે નદીમાં કૂદીને આત્‍મહત્‍યા કરી હતી પોલીસે આત્‍મહત્‍યા માટે ઉશ્‍કેરણી અને કાવતરૂ ઘડવાના આરોપ હેઠળ કેસ દાખલ કર્યોઃ કોર્ટે તેમને ૧૪ દિવસની ન્‍યાયિક કસ્‍ટડીમાં જેલમાં મોકલી દીધા છે

શામલી, તા.૮: ઉત્તર પ્રદેશના શામલી જિલ્લામાં, પત્‍નીની બેવફાઈથી કંટાળીને, તેના ચાર માસૂમ બાળકો સાથે યમુના નદીમાં કૂદીને આત્‍મહત્‍યા કરનાર પતિની તેના પ્રેમી સાથે ધરપકડ કરવામાં આવી છે. આ બેના કારણે જ ૩૮ વર્ષીય સલમાને આ ભયાનક પગલું ભર્યું હતું.

પોલીસે પત્‍ની ખુશનુમા અને તેના કથિત પ્રેમી સાબીરને આત્‍મહત્‍યા માટે ઉશ્‍કેરવાના આરોપસર ધરપકડ કરી હતી અને કોર્ટમાં રજૂ કર્યા હતા, જ્‍યાં બંનેને ન્‍યાયિક કસ્‍ટડીમાં મોકલવામાં આવ્‍યા હતા. આ એ જ ખુશનુમા છે જે છેલ્લા સાત મહિનામાં તેના પ્રેમી સાથે પાંચ વખત ઘર છોડીને ગઈ હતી. દરેક વખતે, તેનો પતિ સલમાન તેને તેના બાળકો માટે ઘરે પાછો લાવતો હતો. પરંતુ આ વખતે, તેની ધીરજ તૂટી ગઈ, અને તેણે તેના બાળકો સાથે પોતાનું જીવન સમાપ્ત કરી દીધું.

(4:13 PM IST)