News of Thursday, 9th October 2025
રાજકોટના રેસકોર્સ વિસ્તારમાં સનસનાટી: 'પોલીસ'ના નામે રૂ. ૩૨ લાખની રોકડની લૂંટ ? ભારે ચર્ચા
પોલીસના ડીસીપી કક્ષાના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક અસરથી ઘટનાસ્થળે અને ત્યારબાદ પોલિસ સ્ટેશન ખાતે દોડી ગયા

રાજકોટ: શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં રેસકોર્સ વિસ્તારમાં 'પોલીસ'ના નામે એક વેપારી પાસેથી રૂ. ૩૨ લાખની રોકડ ભરેલા થેલાની લૂંટ કરવામાં આવી હોવાની ભારે ચર્ચા છે.
ભોગ બનનારમાં કોઈ 'એગ્રીકલ્ચરલ પ્રોડક્ટ'નો વેપાર કરતા સમીર જેવા નામવાળી વ્યક્તિ પાસેથી આ મોટી રકમની લૂંટ થઈ હોવાનું મનાય છે.
પ્રાથમિક માહિતી મુજબ, ચાર જેટલા ઇસમોએ આ ગુનાને અંજામ આપ્યો છે, જેમાં એક ટ્રાફિક ડ્યૂટી સાથે સંકળાયેલો કોઈ શાહ જેવો યુવક પણ સામેલ હોવાનું જાણવા મળ્યું છે.
લૂંટની ગંભીરતાને જોતા પોલીસના ડીસીપી કક્ષાના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક અસરથી ઘટનાસ્થળે અને ત્યારબાદ પોલિસ સ્ટેશન ખાતે દોડી ગયા હતા. પોલીસે આ મામલે સઘન તપાસ શરૂ કરી છે. સત્તાવાર વિગતો મેળવાય રહી છે.
(12:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
