૧લી નવે.થી સહકારી બેંકો સામેની ફરિયાદ હવે લોકપાલને કરી શકાશે
આરબીઆઇની એકીકૃત લોકપાલ યોજનાના દાયરામાં સહકારી બેંકો આવશે

વડોદરા તા.૯: ૧લી નવેમ્બરથી રાજ્ય અને કેન્દ્રની સહકારી બેંકો એકીકૃત લોકપાલ યોજના હેઠળ આવરી લેવાની જાહેરાત રિઝર્વ બેંકે કરી છે. નવેમ્બર ૨૦૨૧ની એકીકૃત લોકપાલ યોજનાનો સહકારી બેંકોમાં પણ અમલ થતાં સહકારી બેંકોના ખાતેદારોને કરિયાદ નોધ અને તેનો નિકાલ નિયત સમયમાં ન થયો હોય નો લોકપાલને કરિયાદ કરી શકરશે.
નેશનલ અર્બન કો.ઓ. બેંક્સ ફેડરેશનના ડાયરેક્ટર એન.વી. પટેલે રિઝર્વ બેંકના આ પગલાને આવકાવું હતું. તેમણે જણાવ્યું હતુંકે, સહકારી બેંકોમાં ખાતેદારોની મોટાભાગની ફરિયાદોનો સ્થાનિક સ્તરે જ થઈ જાય છે. આમ છતાં રિઝર્વ બેંકનું પગલું ખાતેદારોનો વિશ્વાસ વધારશે. સહકારી બેંકોનો શોકપાલ હેઠળ સમાવેશ થતાં હવે આ યોજનામાં રૂા.૫૦ કરોડની ડિપોઝિટ ધરાવતી તમામ વેપારી બેંકો, પ્રાદેશિક ગ્રામીણ બેંકો, રાજ્ય સહકારી બેંકો, કેન્દ્રિય સહકારી બેંકો, શિલ્ડયુલ કો.ઓ.બેંક અને નોન શિડ્યુલ્ડ પાયમરી કો.ઓ. બેંક આવરી લેવાઈ છે. આ પોજના હેઠળ ક્રેડિટ ઈન્ફોર્મેશન કંપનીઓને પણ આવરી લેવાઈ છે.
લોકપાલને રૂા.૩૦ લાખ સુધીના વળતરની સત્તા
રિઝર્વ બેંકે બેંકિગ લોકપાલ પિડીત બેંક ગ્રાહકોને રૂા. ૩૦ લાખ સુધીનું વળતર આપી શકે તેવી સત્તા આપવાની દરખાસ્ત પણ રજૂ કરી છે. આ યોજના બેંક ગ્રાહકોને કોઈ પણ પરિણામી નુકશાન માટે રૂા.૩૦ લાખ સુધીનું વળતર આપી શકે છે. લોકપાલ યોજનાને મજબૂત બનાવવાનો આશય છે. બીજી તરફ ગ્રાહકોનો પણ સહકારી ક્ષેત્રે વિશ્વાસ વધશે. બીજી તરફ લોકપાલને ફરિયાદીએ સહન કરેલી યાતના અને ફરિયાદ નિપટાવવા માટે લાગનાર સમય માટે રૂ.૩ લાખ સુધીનું વળતર આપવાનો અધિકાર રહેશે તેવી પણ દરખાસ્ત છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
