<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th October 2025

મૂડીબજારમાં મંદીનો વાયરો? ડિસ્‍કાઉન્‍ટ લિસ્‍ટિંગની વધતી સંખ્‍યા

પાછલા એકાદ વર્ષથી વધુ સમયથી સેક્‍ધડરી માર્કેટ અનિશ્રિચત અફડાતફડીમાંથી પસાર થઇ રહ્યું છે

મુંબઇ તા.૯: પાછલા એકાદ વર્ષથી વધુ સમયથી સેક્‍ધડરી માર્કેટ અનિશ્રિચત અફડાતફડીમાંથી પસાર થઇ રહ્યું છે, પરંતુ એવું જોવા મળ્‍યું છે, કે ક્‍યારેક તો શેરબજારમાં બેન્‍ચમાર્કમાં પીછેહઠ અથવા કડાકા નોંધાયા હોય એવા માહોલમાં પણ નવા શેર સારા પ્રીમિયમ સાથે લિસ્‍ટેડ થતા રહ્યા છે. જોકે, આ ટ્રેન્‍ડ પાછલા કેટલાક દિવસોથી બદલાઇ રહ્યો છે અને મૂડીબજારમાં ડિસ્‍કાઉન્‍ટ લિસ્‍ટિંગની સંખ્‍યા વધતી જોવા મળી છે.

પ્રાઇમરી માર્કેટમાં હવે આંચકા દેખાવા માંડ્‍યા છે. આજની વાત કરીએ તો ઓમ ફ્રેઇટ ફોરવર્ડર્સના શેર ઇશ્‍યૂ ભાવ સામે લગભગ ૪૦ ટકાના જોરદાર ડિસ્‍કાઉન્‍ટ સાથે લિસ્‍ટેડ થયા છે. આ અગાઉ ગ્‍લોટીસના શેર મંગળવારે તેના ઇશ્‍યુ ભાવ સામે ૩૫ ટકાના જોરદાર ડિસ્‍કાઉન્‍ટ સાથે લિસ્‍ટ થયા હતા અને એ જ સાથે ફબેટેક ટેકનોલોજીસના શેર ઇશ્‍યૂ ભાવ સામે ૨.૬૮ ટકાના ડિસ્‍કાઇઉન્‍ટ સાથે લિસ્‍ટેડ થયા હતા.

આટલા તોતિગ ડિસ્‍કાઉન્‍ટ કે ધટાડા અનેક મહિનાઓથી જોવા મળ્‍યા નથી. આલબત્ત, બુધવારે એડવાન્‍સ એગ્રોલાઇફના શેરમાં ઇશ્‍યુ ભાવ સામે ૧૪ ટકાનો ઉછાળો જોવા મળ્‍યો હતો. સોમવારે પેસ ડિજીટેક ચાર ટકા પ્રીમિયમ સાથે લિસ્‍ટ થયો હતો. જોકે, પાછલા સપ્તાહે બુધવારે ઇપેક પ્રિફેબ ટેકનોલોજીસ બુધવારે તેના ઇશ્‍યૂ ભાવ સામે લગભગ ૧૦ ટકા ડિસ્‍કાઉન્‍ટ સાથે, જ્‍યારે જૈન રિસોર્સિસ રિસાઇક્‍લિગંનો શેર ઇશ્‍યૂ ભાવ સામે ૧૪ ટકા પ્રીમિયમ સાથે લિસ્‍ટેડ થયો હતો.

અનેક કંપનીઓના નવા ભરણાં ખૂલી રહ્યા છે, તેના સ્‍બસ્‍ક્રીપ્‍શન પર મર્ચન્‍ટ બેન્‍કરોની નજર છે, જ્‍યારે લિસ્‍ટિંગ ભાવ અંગે રોકાણકારો ચિતિત છે. કેનેરા રોબેકો એસેટ મેનેજમેન્‍ટ કંપની અને રૂબીકોન રિસર્ચ લિમિટેડનો આઇપીઓ નવમી ઓક્‍ટોબરના રોજ સબ્‍સ્‍ક્રિપ્‍શન માટે ખુલશે. કેનેરા એચએસબીસી લાઇફ ઇન્‍સ્‍યોરન્‍સ કંપનીનો આઇપીઓ ૧૦મી ઓક્‍ટોબરે ખૂલશે.

આઇપીઓની સંખ્‍યામાં જોકે વહેલો ઘટાડો થાય એવું લાગતું નથી. વેદાંતા ગ્રુપ, રૂનવાલ ડેવલપર્સ, સ્‍ટર્લાઇટ ઇલેક્‍ટ્રિક, રાય્‍સ પાવર ઇન્‍ફ્રા અને ઓગમેન્‍ટ એન્‍ટરપ્રાઇસ સહિત છ કંપનીઓએ સેબી પાસે પેપર્સ જમા કરાવ્‍યા છે. રોટોમેગ એનરટેક, ઓસવાલ કેબલ્‍સ અને પ્રાઇડ હોટલ્‍સે પણ મૂડીબજારમાં પ્રવેશવા સેબીનો સંપર્ક સાધ્‍યો છે.

(9:26 AM IST)