<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th October 2025

શિવસેના ઠાકરેની થશે કે શિંદેની? ચિન્હ ને નામ મુદ્દે કોર્ટ ૧૨ તારીખે કરશે સુનાવણી

મહારાષ્ટ્રના રાજકારણ માટે એક સૌથી મોટા મુદ્દે આગામી સમયમાં સુપ્રીમ કોર્ટ નિર્ણય આપે તેવી શક્‍યતા

નવી દિલ્‍હી તા.૯: મહારાષ્ટ્રના રાજકારણ માટે એક સૌથી મોટા મુદ્દે આગામી સમયમાં સુપ્રીમ કોર્ટ નિર્ણય આપે તેવી શક્‍યતા છે. કારણ કે બુધવારે સુપ્રીમ કોર્ટે શિવસેનાના નામ અને ચૂંટણી ચિホ પરના દાવા અંગેના કેસની સુનાવણી કરી હતી. સુનાવણી દરમિયાન, ઉદભવ ઠાકરે જૂથે સ્‍થાનિક સંસ્‍થાઓની ચૂંટણીઓનો ઉલ્‍લેખ કરીને વહેલી સુનાવણીની માગ કરી છે. જોકે, સુપ્રીમ કોર્ટે જણાવ્‍યું હતું કે આ મામલાની સુનાવણી હવે ૧૨ નવેમ્‍બરે થશે. ઠાકરે જૂથ દ્વારા ઉદ્ધવ ઠાકરેની વહેલી સુનાવણીની વિનંતી કરવામાં આવી હતી. વરિષ્ઠ વકીલ કપિલ સિબ્‍બલે કોર્ટને જણાવ્‍યું હતું કે મહારાષ્ટ્રમાં મહાનગર પાલિકાની ચૂંટણીઓ જાન્‍યુઆરીમાં યોજાવાની છે, જેના કારણે ઝડપી નિર્ણય લેવાની જરૂર છે.

મહારાષ્ટ્રમાં શિવસેનાના બે જૂથો, ઉદભવ ઠાકરે અને એકનાથ શિદે, પાર્ટીના નિયંત્રણ અને ઓળખને લઈને મહિનાઓથી વિવાદમાં ફસાયેલા છે. આ મુદ્દો હવે સુપ્રીમ કોર્ટની નજરમાં છે. બુધવારે, ન્‍યાયાધીશ સૂર્યકાંત અને જોયમલ્‍યા બાગચીની બેન્‍ચે ૧૨ નવેમ્‍બરે સુનાવણી નક્કી કરી છે. કપિલ સિબ્‍બલે કોર્ટને વિનંતી કરી હતી કે રાજ્‍યમાં સ્‍થાનિક સંસ્‍થાઓની ચૂંટણીઓ જાન્‍યુઆરી ૨૦૨૬ માં યોજાવાની છે, અને મૂંઝવણ ટાળવા માટે આ વિવાદ પર સ્‍પષ્ટતા જરૂરી છે

આ મામલો ચૂંટણી પંચના નિર્ણય સાથે સંબંધિત છે, જેમાં એકનાથ શિદેના નેતૃત્‍વવાળા જૂથને ‘સાચી શિવસેના' તરીકે માન્‍યતા આપવામાં આવી હતી અને શિદે જૂથને પાર્ટીનું નામ અને ચૂંટણી પ્રતીક, ધનુષ્‍ય અને તીર ફાળવવામાં આવ્‍યું હતું. ઉદ્ધવ ઠાકરે જૂથે આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. ઠાકરે જૂથે દલીલ કરી હતી કે કમિશને તથ્‍યો અને પાર્ટીના વાસ્‍તવિક માળખાને અવગણ્‍યું છે. ઉદભવ ઠાકરેની અરજીમાં કહેવામાં આવ્‍યું હતું કે ચૂંટણી પંચે પાર્ટીના બંધારણ અને આંતરિક નિયમોને અવગણીને ખોટો નિર્ણય લીધો છે. દરમિયાન, શિદે જૂથે દલીલ કરી હતી કે તેમને પાર્ટીના મોટાભાગના ધારાસભ્‍યો અને સાંસદોનો ટેકો છે, અને તેથી તેઓ વાસ્‍તવિક શિવસેના છે. સુપ્રીમ કોર્ટ આગામી ૧૨ નવેમ્‍બરે આ કેસની સુનાવણી કરશે.

(9:33 AM IST)