<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th October 2025

જીવનના ઉથલ-પાથલથી શાંત રહેવાની શકિતશાળી ધ્‍યાન વિધીઓ વિજ્ઞાન ભૈરવ તંત્ર- ૧૧૨ ધ્‍યાનની વિધીઓ

 

     આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૩૯ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર. 

  સ્‍થળઃ

ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ

મો.૯૪ર૭ર પ૪ર૭૬

વિધિ- ૧૦૭: ‘‘ આ ચેતના જ પ્રત્‍યેક પ્રાણીના રૂપમાં છે, બીજું કાંઇ પણ નથી.''

તમે શું છો? તમે કોણ છો? તમે તમારી આંખો બંધ કરો અને શોધો કે તમે કોણ છો તો છેવટે તમે એ પરિણામ ઉપર પહોંચશો કે તમે ચેતના છો. બાકીનું બધું જ તમારૂ હોઇ શકે છે પણ તમે તે નથી. શરીર તમારું છે પરંતુ તમે શરીરને જોઇ શકો છો અને જે શરીરને જોઇ રહ્યો તે જુદો થઇ જાય છે. શરીર જાણવાની વસ્‍તુ બની જાય છે એ તમે જાણવાવાળા થઇ જાઓ છો.તમે ના ફકત જાણી શકો છો પરંતુ પોતાના શરીરને હુકમ પણ આપી શકો છો. તમે જુદા છો. તમે તમારા શરીર સાથે કાંઇ પણ કરી શકો છો.અને ના કેવળ તમે પોતાનું શરીર નથી પરંતુ તમે તમારું મન પણ નથી. જો વિચાર આવે છે તો તમે એમને જોઇ શકો છો અને એમની સાથે કાંઇપણ કરી શકો છો. તમે એમને બિલકુલ મીટાવી શકો છો. તમે વિચાર રહિત થઇ શકો છો અથવા તમે પોતાના મનને એક વિચાર ઉપર એકાગ્ર કરી શકો છો. તમે પોતાને ત્‍યાં કેન્‍દ્રિત કરી શકો છો અથવા તમે વિચારીને નદીની જેમ પ્રવાહિત થવા દઇ શકો છો. તમે તમારા વિચારો સાથે બધું જ કરી શકો છો એમને બિલકુલ બંધ પણ કરી શકો છો પરંતુ ત્‍યારે પણ તમે છો. તમને ખબર પડશે કે હવે કોઇ વિચાર રહ્યો નથી, અંતરામ એક ખાલીપણું આવી ગયું છે પરંતુ તે પછી તમે હશો અને એ ખાલીપણા ને જોશો.

- રજનીશના પ્રણામ

(10:19 AM IST)