<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th October 2025

લીવ ઇન રીલેશનશીપ ખતરારૂપ, યુવતીઓ ચેતેઃ આનંદીબેન

ચંદ્રશેખર યુનિવર્સિટીના દિક્ષાંત સમારોહમાં ઉતરપ્રદેશના રાજયપાલનું ઉદબોધનઃ ડ્રગ્‍સના વ્‍યસન સામે યુવાનોને ચેતવ્‍યા

ઉતરપ્રદેશના બલિયા ખાતે જનનાયક ચંદ્રશેખર યુનિવર્સિટીના દિક્ષાંત સમારોહમાં રાજયપાલ શ્રીમતી આનંદીબેન પટેલએ હાજરી આપી વિદ્યાર્થીઓને પદવી એનાયત કરેલ તે પ્રસંગની તસ્‍વીર.

બલિયા, (ઉત્તર પ્રદેશ): ઉત્તરપ્રદેશના રાજ્‍યપાલ અને જનનાયક ચંદ્રશેખર યુનિવર્સિટીના કુલપતિ આનંદીબેન પટેલે યુનિવર્સિટીના સાતમા દીક્ષાંત સમારોહમાં વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા હતા. આ દરમિયાન તેમણે યુવાનોમાં ડ્રગ્‍સના વ્‍યસન અને લિવ-ઇન રિલેશનશિપના વધી રહેલા વલણ પર ગંભીર ચિંતા વ્‍યક્‍ત કરી હતી અને આને સમાજ માટે ખતરા સમાન ગણાવ્‍યું હતું.

લિવ-ઇન રિલેશનશિપઃ અનાથાશ્રમની મુલાકાત લો

આનંદીબેન પટેલે લિવ-ઇન રિલેશનશિપના ગંભીર પરિણામો વિશે યુવતીઓને ચેતવણી આપી હતી. તેમણે કહ્યું કે, ‘જો તમારે લિવ-ઇન રિલેશનશિપના પરિણામ જોવા હોય, તો અનાથાશ્રમની મુલાકાત લો. તેમણે લિવ-ઇન રિલેશનશિપને સખત શબ્‍દોમાં વખોડી કાઢતા કહ્યું કે, આ વલણ લોભમાંથી પેદા થાય છે. તેમણે કહ્યું, ‘પુરુષો યુવતીઓને લલચાવીને લઇ જાય છે પછી કાઢી મુકે છે.

રાજ્‍યપાલશ્રીએ ભારપૂર્વક કહ્યું કે, આ આપણા ભારતીય મૂલ્‍યો નથી, છતાં આ પ્રકારની ખોટી ઘટનાઓ બની રહી છે. તેમણે યુવતીઓને લોભામણી યોજનાઓથી સાવધાન રહેવા અને ઉમદા લક્ષ્યો તરફ પોતાનું જીવન સમર્પિત કરવાની સલાહ આપી હતી.

રાજ્‍યપાલે યુવાનોમાં વધી રહેલા ડ્રગ્‍સ અને દારૂના વ્‍યસન પર પણ ગહન ચિંતા વ્‍યક્‍ત કરી. તેમણે કહ્યું કે, ‘બે છાત્રાલયો વચ્‍ચેની ખાલી જગ્‍યામાંથી દારૂની બોટલો અને ડ્રગ્‍સ મળી આવ્‍યું, જે ખૂબ જ ગંભીર અને ચિંતાજનક મુદ્દો છે.'

તેમણે ઉમેર્યું કે, ‘‘એક તરફ કેન્‍દ્ર સરકાર નશા મુક્‍ત આંદોલન ચલાવી રહી છે, જ્‍યારે બીજી તરફ યુવાનો વ્‍યસની બની રહ્યા છે. આપણને સાચી ખુશી ત્‍યારે જ મળશે જ્‍યારે આપણા યુવાનો ડ્રગ્‍સ છોડી દેશે અને દારૂ પીવાનું બંધ કરશે.''

શિક્ષણ અને સંકલ્‍પ પર ભારઃ દીક્ષાંત સમારોહમાં વિદ્યાર્થીઓને ડિગ્રી અને મેડલ એનાયત કરવામાં આવ્‍યા હતા. આ વર્ષે ૧૯૫૬૦ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થીની બહેનોની સંખ્‍યા વધારે હતી.  રાજ્‍યપાલશ્રીએ વિદ્યાર્થીઓને પોતાના લક્ષ્ય પ્રત્‍યે સમર્પિત રહેવા પ્રેરણા આપી.

૭૫% હાજરીનો નિયમઃ તેમણે યુનિવર્સિટીમાં શિક્ષણની સંસ્‍કળતિ સુધારવા માટે પ્રોફેસરોને નિયમિતપણે ક્‍લાસ લેવા અને વિદ્યાર્થીઓને ૭૫% હાજરી ફરજિયાત જાળવવા ભારપૂર્વક જણાવ્‍યું. તેમણે ચેતવણી આપી હતી કે જો વિદ્યાર્થીઓ ૭૫% હાજરી નહીં આપે, તો તેમની પરીક્ષાઓ રદ કરવામાં આવી શકે છે.

રાજ્‍યપાલશ્રીએ ગ્રામ પંચાયતના વડાઓ અને જનપ્રતિનિધિઓને પણ અપીલ કરી કે તેઓ યુવતીઓને શિક્ષિત કરે, જેથી તેમનું જીવન બરબાદ ન થાય, કારણ કે અભ્‍યાસ વગર ન તો તેમના માતા-પિતા કે ન તો તેમના સાસરિયાં તેમને પૂછશે.(

(11:37 AM IST)