<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th October 2025

રાષ્‍ટ્રપતિ સાંજે રાજકોટમાં: હિરાસર એરપોર્ટ ખાતે ભવ્‍ય સ્‍વાગત થશેઃ સરકીટ હાઉસમાં રાત્રી રોકાણ

ભારતના રાષ્‍ટ્રપતિશ્રી દ્રૌપદી મુર્મુ આજે સાંજે રાજકોટ સહિત સૌરાષ્‍ટ્રના પ્રવાસે આવી રહ્યા છેઃ તેઓ તેમના સ્‍પે. વિમાન દ્વારા સાંજે ૬ વાગ્‍યે હિરાસર એરપોર્ટ ખાતે પહોંચશે. તેમની સાથે તેમના અધિકારીઓનો કાફલો પણ જોડાયો છેઃ હિરાસર એરપોર્ટ ખાતે પ્રધાનો-સાંસદો-ધારાસભ્‍યો-કલેકટર-પોલીસ કમિશનર-ડીએસપી દ્વારા ગાર્ડ ઓફ ઓનર સાથે ભવ્‍ય સ્‍વાગત થશેઃ રાષ્‍ટ્રપતિ સાંજે ૭ વાગ્‍યે રાજકોટ સરકીટ હાઉસ આવી પહોંચશેઃ રાત્રી રોકાણ કરશેઃ ૧૦ મીએ સવારે તેઓ સોમનાથ જશેઃ સાસણ ખાતે સિંહ દર્શન કરશે.

(1:36 PM IST)