<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th October 2025

કાલે સવારે શ્રી સોમનાથદાદાનાં દર્શને દ્રોપદી મુર્મુઃ રાત્રી રોકાણ સાસણમાં

શનીવારે સવારે શ્રી દ્વારકાધીશ ભગવાનના દર્શન કરશેઃ જામનગરથી અમદાવાદ જશેઃ રાષ્‍ટ્રપતિના સોરાષ્‍ટ્રના પ્રવાસને લઇને ચુસ્‍ત બંદોબસ્‍ત

વેરાવળઃ ભારતદેશના રાષ્‍ટ્રપતિ દ્રોપદી મુર્મુની ગીર સોમનાથ જીલ્લા ખાતેની મુલાકાત અન્‍વયે જિલ્લા પોલીસ અધિક્ષક જયદિપસિંહ જાડેજા તથા કલેકટર એન.વી. ઉપાધ્‍યાય દ્વારા બંદોબસ્‍તના સમગ્ર રૂટ પર ફૂટ પેટ્રોલિંગ કરીને નિરીક્ષણ કરવામાં આવ્‍યું હતું. (તસ્‍વીર- અહેવાલઃ દિપક કક્કડ- વેરાવળ)

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૦૯: કાલે રાષ્‍ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સોમનાથ દાદાના દર્શન કર્યા બાદ સાસણમાં સિંહ દર્શન કરશે. રાષ્‍ટ્રપતિના સાસણ પ્રવાસને લઈને લોખંડી સુરક્ષા બંદોબસ્‍ત ગોઠવી દેવામાં આવ્‍યો છે.

દેશના રાષ્‍ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે સૌરાષ્‍ટ્રના પ્રવાસે આવી રહ્યા છે. તેઓ સીધા જ રાજકોટ આવી પહોંચશે અને અહીં રાત્રિ રોકાણ કર્યા બાદ આવતીકાલે સવારે હેલિકોપ્‍ટર મારફતે સોમનાથ પહોંચશે.

સોમનાથ મહાદેવ મંદિરે બપોરના ૧૨ વાગ્‍યાની આરતી અને પૂજન વિધિ દર્શન કર્યા બાદ તેઓ ત્રણ વાગ્‍યાની આસપાસ હેલિકોપ્‍ટર દ્વારા સાસણ જવા રવાના થશે. બે કલાક સુધી જંગલમાં સિંહ દર્શન કર્યા બાદ રાષ્‍ટ્રપતિ અડધો કલાક ગીરના આદિવાસીઓ સાથે મુલાકાત કરી ગીરની જાણકારી મેળવશે.

સાસણ ખાતે રાત્રિ રોકાણ કર્યા બાદ શનિવારે દ્વારકા જવા રવાના થશે. રાષ્‍ટ્રપતિના સોરઠ પ્રવાસને લઈ એસઆરપીની બે ટીમ, ૫ એસપી, ૩૨ પીઆઇ, ૯૦ પીએસઆઇ, ૬૫૦ પોલીસ કર્મચારીઓ સહિત ૧૨૦૦ થી વધુ પોલીસ કર્મચારીઓનો બંદોબસ્‍ત ગોઠવવામાં આવ્‍યો છે.

વેરાવળ

(દિપક કક્કડ દ્વારા) વેરાવળઃ વિશ્વ પ્રસિદ્ધ ભારત બાર જ્‍યોર્તિલિંગમાંનુ પ્રથમ સોમનાથ મહાદેવ મંદિર ખાતે ૧૦ ઓક્‍ટોબરના રોજ ભારતના રાષ્‍ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આવી રહ્યા છે ત્‍યારે સોમનાથ આવનારા તેઓ બીજા મહિલા રાષ્‍ટ્રપતિ હશે. આ અગાઉ રાષ્‍ટ્રપતિ પ્રતિભા પાટીલ સોમનાથ મહાદેવના દર્શને આવી ચૂકયા છે. આગામી ૧૦ ઓક્‍ટોબરે રાષ્‍ટ્રપતિ પ્રથમ રાજકોટ એરપોર્ટથી ખાસ હેલીકોપ્‍ટર દ્વારા સવારે ૧૧ વાગ્‍યે સોમનાથના ત્રિવેણી સંગમ ખાતેના હેલીપેડ ખાતે આવશે. જ્‍યાં પ્રોટોકોલ મુજબ સન્‍માન અને પોલિસ ગાર્ડ ઓફ ઓનર આપશે

ત્‍યાથી સીધા મોટર માર્ગે સોમનાથ મંદિર પરિસરમાં સરદાર વલ્લભભાઈ પટેલી પ્રતિમાને ફૂલહાર કરી સોમનાથ સર્કિટ હાઉસ ખાતે વિશ્રામ-ભોજન બાદ બપોરના ૩ વાગ્‍યા આસપાસ હેલીકોપ્‍ટર દ્વારા સાસણ જવા રવાના થશે.

ઉલ્લેખનીય છે કે, વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મંદિર જ્‍યોર્તિલિંગની પ્રાણઃ પ્રતિષ્ઠા જ તત્‍કાલિની રાષ્‍ટ્રપતિ ડો.રાજેન્‍દ્રપ્રસાદના હસ્‍તે તા.૧૧-૫-૫૧ના રાજે થયેલ છે અને તત્‍કાલિન રાષ્‍ટ્રપતિ ડો.શંકર દયાળ શર્માના હસ્‍તે સોમનાથ મંદિર બાંધકામ પૂર્ણ થયા બાદ તા.૧-૧૨-૯૫ના રોજ રાષ્‍ટ્રને સોમનાથ મંદિર અર્પણ કરાયું હતું. જે વિધીમાં તેઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

રાષ્‍ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકળષ્‍ણન સોમનાથ આવી ચૂકેલા છે. રાષ્‍ટ્રપતિ જ્ઞાની ઝૈલસિંગ તા. ૩૦-૪-૮૭ના રોજ સોમનાથ આવી ચૂકેલા છે. તો રાષ્‍ટ્રપતિ પ્રભા પાટીલ તા. ૩-૧૦-૦૯ના રોજ સોમનાથ આવેલા હતા. તેમજ રાષ્‍ટ્રપતિ પ્રણવ મુકરજી તા. ૧-૧૨-૧૫ના રોજ સોમનાથ આવ્‍યા હતા તો રાષ્‍ટ્રપતિ રામનાથ કોવિંદજી તા.૨-૧૦-૧૭ના રોજ આવેલા હતા તેમજ આર. વૈકટરામન પણ સોમનાથની મુલાકાત કરી ચૂકેલા છે. વિદેશના રાષ્‍ટ્રપતિઓ સોમનાથ નેપાળના રાષ્‍ટ્રપતિ વિદ્યાદેવી ભંડારી તા.૧૯-૪-૧૭ના રોજ સોમનાથ આવેલા હતા. તા.૭-૧-૨૩ના રોજ સુરીનામ દેશ(દક્ષિણ આફ્રિકા)ના રાષ્‍ટ્રપતિ ચંદ્રીકાપ્રસાદ સંતોષીએ સોમનાથ મહાદેવના દર્શન-પૂજન કર્યા હતા.(૨.૧૫)

(11:40 AM IST)